News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શાહરુખ ખાન ની આ વર્ષ ની આ ત્રીજી હિટ ફિલ્મ છે. આ અગાઉ શાહરુખ ની ફિલ્મ પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી ની સફળતા માટે તેના ચાહકો નો આભાર માનવા તેના બંગલા મન્નત ની બહાર આવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
શાહરુખ ખાને માન્યો ચાહકો નો આભાર
શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો શાહરુખ ખાન ના ઘર મન્નત નો છે જ્યાં શાહરુખ ખાન તેના ચાહકો નો આભાર વ્યક્ત કરવા આવ્યો હતો. આ વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાને બ્લ્યુ ડેનિમ સાથે બ્લ્યુ સ્વેટશર્ટ પહેર્યું છે.અને તે તેના બંગલા મન્નત ની બાલ્કની માં ઉભા રહી તેના ચાહકો ને હાથ લહેરાવી ફલાઇંગ કિસ આપી રહ્યો છે.તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ના ઘર મન્નત ની બહાર કિંગ ખાન ની એક ઝલક મેળવવા ઘણી મોટી સંખ્યા માં તેના ચાહકો એકઠા થયા હતા.
રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, અનિલ ગ્રોવર, વિક્રમ કોચર અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચોઃ Jacqueline Sukesh: જેલમાં બેઠેલા સુકેશ ચંદ્રશેખરે આપી જેકલીન ફર્નાન્ડિઝ ને ધમકી, મહાઠગ એ તેના પત્ર માં અભિનેત્રી વિશે લખી આવી વાત
