Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ફિલ્મ ડંકી ની સફળતા માટે શાહરૂખ ખાને આ રીતે માન્યો ચાહકો નો આભાર, વિડીયો થયો વાયરલ

Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે શાહરુખ ખાન ડંકી ની સફળતા માટે ચાહકો નો આભાર માનવા તેના બંગલા મન્નત ની બહાર આવ્યો હતો

shahrukh khan thanked his fans for dunki success

shahrukh khan thanked his fans for dunki success

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શાહરુખ ખાન ની આ વર્ષ ની આ ત્રીજી હિટ ફિલ્મ છે. આ અગાઉ શાહરુખ ની ફિલ્મ પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી ની સફળતા માટે તેના ચાહકો નો આભાર માનવા તેના બંગલા મન્નત ની બહાર આવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાને માન્યો ચાહકો નો આભાર 

શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો શાહરુખ ખાન ના ઘર મન્નત નો છે જ્યાં શાહરુખ ખાન તેના ચાહકો નો આભાર વ્યક્ત કરવા આવ્યો હતો. આ વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાને બ્લ્યુ ડેનિમ સાથે બ્લ્યુ સ્વેટશર્ટ પહેર્યું છે.અને તે તેના બંગલા મન્નત ની બાલ્કની માં ઉભા રહી તેના ચાહકો ને હાથ લહેરાવી ફલાઇંગ કિસ આપી રહ્યો છે.તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ના ઘર મન્નત ની બહાર કિંગ ખાન ની એક ઝલક મેળવવા ઘણી મોટી સંખ્યા માં તેના ચાહકો એકઠા થયા હતા.


રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, અનિલ ગ્રોવર, વિક્રમ કોચર અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચોઃ Jacqueline Sukesh: જેલમાં બેઠેલા સુકેશ ચંદ્રશેખરે આપી જેકલીન ફર્નાન્ડિઝ ને ધમકી, મહાઠગ એ તેના પત્ર માં અભિનેત્રી વિશે લખી આવી વાત

 

Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Exit mobile version