Site icon

શાહરૂખ ખાન 26 જાન્યુઆરીએ ચાહકોને આપશે આ મોટા સમાચાર! જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022    
સોમવાર

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ની લાંબા સમયથી કોઈ ફિલ્મ  આવી નથી. આવી સ્થિતિમાં, તેના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'પઠાણ' દ્વારા ચાહકોમાં તહલકો મચાવવા માટે તૈયાર છે.પરંતુ, કોરોનાના કારણે આ ફિલ્મ સતત પ્રભાવિત થઈ રહી છે. હવે સમાચાર છે કે તે તેના ફેન્સને વધુ એક ભેટ આપી શકે છે. શાહરૂખ ખાન 26 જાન્યુઆરીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે.

શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટની જાહેરાત વિશે સમાચાર છે કે 26 જાન્યુઆરીએ અભિનેતા તેની આગામી ફિલ્મની જાહેરાત કરશે. જેનું નિર્દેશન સાઉથના દિગ્દર્શક એટલી કરશે. સમાચાર અનુસાર, મેકર્સ આ 26 જાન્યુઆરીએ બોલિવૂડના બાદશાહની આગામી ફિલ્મની જાહેરાત કરી શકે છે. જો કે અત્યાર સુધી આ અંગે બોલિવૂડના કિંગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શાહરૂખ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારથી સમાચાર આવ્યા છે કે કિંગ ખાન ટૂંક સમયમાં નવી ફિલ્મની જાહેરાત કરવા જઈ રહ્યો છે, ત્યારે ચાહકો તેની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર સાઉથ ડાયરેક્ટર એટલીએ પૈન ઇન્ડિયા ડ્રામા માટે શાહરૂખ ખાન સાથે કોલાબ્રેટ કર્યો છે.

Join Our WhatsApp Community

સલમાનની ટાઈગર 3માં શાહરૂખ બાદ થઇ શકે છે આ બોલિવૂડ સુપરસ્ટાર ની એન્ટ્રી ; જાણો તે અભિનેતા કોણ હશે  

શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ 2018માં 'ઝીરો' હતી, જેમાં તે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. આ દિવસોમાં શાહરૂખ ખાને સોશિયલ મીડિયા અને પબ્લિક ગેધરિંગથી અંતર બનાવી રાખ્યું છે. જોકે, તે થોડા દિવસો પહેલા જ પઠાણના સેટ પર જોવા મળ્યો હતો.

Huma Qureshi: સોશિયલ મીડિયા પર ફેલાઈ હુમા કુરેશીની ગુપચુપ સગાઈની અફવા! જાણો કોણ છે તેનો કથિત ભાવિ પતિ?
Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Exit mobile version