Site icon

Shahrukh khan Dunki: સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો શાહરુખ ખાન, કિંગ ખાન તેમજ તેની ફિલ્મ ‘ડંકી’ પર લાગ્યો આ આરોપ

Shahrukh khan Dunki:હાલ શાહરુખ ખાન તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે તેની આગામી ફિલ્મ ડંકી ડિસેમ્બર માં રિલીઝ થવાની છે જેની જાહેરાત શાહરુખ ખાને પોતે જવાન ની સક્સેસ પ્રેસ કોન્ફરન્સ માં કરી હતી. હવે બીજી તરફ શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ નો શિકાર બની છે.

shahrukh khan trolled for dunki remake of south movie CIA

shahrukh khan trolled for dunki remake of south movie CIA

News Continuous Bureau | Mumbai

Shahrukh khan Dunki:શાહરુખ ખાન માટે વર્ષ 2023 ખુબ સારું રહ્યું. આ વર્ષે શાહરુખ ખાન ની બે ફિલ્મો રિલીઝ થઇ છે જે સુપરહિટ સાબિત થઇ છે.હવે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ 22 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.. દરમિયાન, હવે સોશિયલ મીડિયા પર ફિલ્મની વાર્તાની કોપી પેસ્ટના અહેવાલો સામે આવી રહ્યા છે. ટ્વિટર પર એવી ચર્ચા ચાલી રહી છે કે રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓરિજિનલ કન્ટેન્ટ નહીં પણ રિમેક ફિલ્મ છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મની વાર્તા સાઉથની ફિલ્મ જેવી છે. શાહરૂખ ખાન આને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાના પર આવ્યો છે.

Join Our WhatsApp Community

 

Headline – 1 – શાહરુખ ખાન ની ફિલ્મ છે સાઉથ ની ફિલ્મ ની કોપી 

શાહરૂખ ખાનની ડંકીનું નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે. આ અંગે બોક્સ ઓફિસ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું, “ડંકી– શાહરૂખ ખાનની આગામી મેગા બજેટ મૂવી. આ ફિલ્મ વાસ્તવમાં દુલકર સલમાનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘કોમરેડ ઇન અમેરિકા’ (CIA) ની બિનસત્તાવાર રિમેક છે અને આ રિમેક ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. પ્રભાસની જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ‘સલાર’ને ટક્કર આપશે.


સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “હમણાં જ મને ટીમના એક સભ્ય પાસેથી ખબર પડી કે ડંકી વાસ્તવમાં મલયાલમ ફિલ્મ CIAની સસ્તી રિમેક છે. કમસે કમ ફિલ્મના રાઇટ્સ ખરીદી ને રિમેક બનાવો. આટલી ચિપ ટ્રિક્સ ના રમો શાહરુખ ખાન.”


સોશિયલ મીડિયા પર લોકો દ્વારા આવી જ ઘણી ટ્વિટ કરવામાં આવી છે જેમાં ડંકીને CIAની રિમેક ગણાવવામાં આવી રહી છે.એક તરફ, આ ફિલ્મ રિમેક છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તો બીજી તરફ, ટ્વિટર પર હેશ ટેગ #Dunki ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ  સમાચાર પણ વાંચો : Raveena tandon: નો કિસિંગ પોલિસી વાળી રવીના ટંડન સાથે કંઈક એવું બન્યું કે થઇ ગઈ ઉલ્ટી, અભિનેત્રી એ જણાવ્યો કિસ્સો

 

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version