Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ના ઘરે થઇ ગજાનન ની પધરામણી, કિંગ ખાને બતાવી બાપ્પા ની ઝલક

Shahrukh khan:બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના ઘરે પણ ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને પોતાના ઘરના ગણપતિની ઝલક બતાવી હતી.

shahrukh khan welcomes ganapati bappa at home

shahrukh khan welcomes ganapati bappa at home

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પણ દર વર્ષની જેમ ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ‘જવાન’ સ્ટારે પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. કિંગ ખાને તેની લેટેસ્ટ તસવીર શેર કરીને તેના ચાહકોને આની ઝલક આપી હતી. સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘરે બેઠેલા ગણપતિ બાપ્પાની તસવીર સોશિયલ મીડિયા પર ફરવા લાગી હતી. કિંગ ખાને પોતાના ઘરમાં એક વિશાળ ગણપતિની સ્થાપના કરી છે. જેની પૂજા વિધિ વિધાન મુજબ કરવામાં આવી છે. કિંગ ખાને પોતાના પ્રશંસકોને પોતાના ઘરના ગણપતિ ની ઝલક બતાવતા તેમને ગણેશ ચતુર્થી 2023ની શુભકામનાઓ પણ પાઠવી છે.

Join Our WhatsApp Channel

શાહરુખ ખાન ના ઘરે બાપ્પા નું આગમન 

શાહરુખ ખાને ગણપતિ બાપ્પાની તસવીર શેર કરતા લખ્યું, ‘ગણપતિ બાપ્પા જીનું ઘરે સ્વાગત છે. ભગવાન ગણેશના દિવસે તમને અને તમારા પરિવારને શુભ દિવસની શુભકામનાઓ. ભગવાન ગણેશ આપણ ને બધા ને સુખ, શાણપણ, સારા સ્વાસ્થ્ય અને ઢગલાબંધ મોદક ખાન આપે.’ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આ પોસ્ટ પર ઘણા ફિલ્મ સ્ટાર્સ અને તેમના ફેન્સે જોરદાર કોમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવતાની થોડી જ મિનિટોમાં તેને 5.50 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. 

જવાન ની સફળતા 

સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કિંગ ખાનની આ ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. થોડા જ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 450 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર 13 દિવસ જ થયા છે અને તેની રિલીઝ પછી આ ફિલ્મ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડવામાં વ્યસ્ત છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની ફિલ્મની સફળતાની ખુશી તેના પરિવાર અને ચાહકો વચ્ચે વહેંચવામાં વ્યસ્ત છે. 

આ સમાચાર પણ વાંચો : Ganesh chaturthi: બોલીવુડના આ સુપરહિટ ગીતો સાથે કરો ગણેશ ઉત્સવની શરૂઆત, તમે થઇ જશો ભક્તિ માં મગ્ન

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version