Site icon

Shahrukh khan Dhoom 4: યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ 4 માં શાહરુખ ખાન ભજવશે ચોર ની ભૂમિકા! અભિષેક બચ્ચન ની જગ્યા એ આ સાઉથ સુપરસ્ટાર પહેરશે પોલીસ નો યુનિફોર્મ

Shahrukh khan Dhoom 4: શાહરુખ ખાન હાલ ડંકી ની સફળતા નો આંનદ માણી રહ્યો છે. હવે શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શાહરુખ ખાન યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ 4 માં જોવા મળશે. આ ફિલ્મ માં સાઉથ સુપરસ્ટાર રામચરણ ની પણ એન્ટ્રી થશે.

shahrukh khan will be play thief role and south superstar ram charan may play cop role in dhoom 4

shahrukh khan will be play thief role and south superstar ram charan may play cop role in dhoom 4

News Continuous Bureau | Mumbai

Shahrukh khan Dhoom 4: વર્ષ 2023 માં શાહરુખ ખાને હેટ્રિક મારી છે. શાહરુખ ખાન ની ત્રણેય ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ છે. હાલ શાહરુખ ખાન ફિલ્મ ડંકી ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કિંગ ખાનને યશ રાજ ફિલ્મ્સની આગામી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ‘ધૂમ 4’ માં જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતા આદિત્ય ચોપરાએ તેની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ધૂમ 4  માટે કિંગ ખાનનો સંપર્ક કર્યો છે. એટલું જ નહીં, એવા પણ સમાચાર છે કે ધૂમ 4 માં અભિષેક બચ્ચનને પણ રિપ્લેસ કરવામાં આવનાર છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન ધૂમ 4 માં ભજવશે ચોર ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ધૂમ 4 માં ચોર ની ભૂમિકા ભજવશે. તો ફિલ્મમાં અભિષેક બચ્ચન ની જગ્યા એ રામ ચરણ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે. જો કે, આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ 4ને લઈને ઘણી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે બાદ મનોરંજન જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યશ રાજ ફિલ્મ્સ દ્વારા રામ ચરણને પણ ફિલ્મ માટે ઓફર મોકલવામાં આવી છે. મેકર્સ આગામી દિવસોમાં તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે.


તમને જણાવી દઈએ કે યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ વર્ષ 2004માં રિલીઝ થઇ હતી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, ઈશા દેઓલ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ વર્ષ 2006 માં ધૂમ 2 આવી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, રિતિક રોશન અને ઉદય ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. વર્ષ 2013 માં ધૂમ 3 આવી જેમાં અભિષેક બચ્ચન, આમિર ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.હવે એવું કહેવાય છે કે ધૂમ 4 નું શૂટિંગ વર્ષ 2024 માં શરૂ થશે. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂર ની મુશ્કેલી વધી, આ આરોપસર અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version