Site icon

આર્યન ખાનની ધરપકડ બાદ ટ્રોલથી બચવા શાહરૂખની પુત્રી સુહાનાએ ભર્યું આ મોટું પગલું; જાણો વિગત

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

બુધવાર

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં 7 ઓક્ટોબર સુધી NCB રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે વાસ્તવમાં, આર્યનની મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ પર ડ્રગ પાર્ટીમાં હાજરી આપવા બદલ અટકાયત કરવામાં આવી છે. ત્યારથી, સ્ટાર કિડ્સ ફરી એક વખત ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. શાહરુખની પુત્રી સુહાનાના ઇન્સ્ટાગ્રામ પર પણ તેના પર કમેન્ટ કરવા માટે ટ્રોલર્સ ચૂકી રહ્યા નથી. આર્યનના જેલમાં ગયા બાદ હવે તેની બહેન સુહાના ખાને એક મોટું પગલું ભર્યું છે. 

સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણી વખત તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેની તસવીરો શેર કરવાનું ભૂલતી નથી. પરંતુ તેના ભાઈની ધરપકડ બાદ, લોકો સોશિયલ મીડિયા પર તેના પર કટાક્ષ કરી રહ્યા છે. જેના કારણે સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ સેક્શન બંધ કરી દીધો છે. જેથી તેમના પર કોઈ નકારાત્મક પ્રતિક્રિયા ન આપી શકે. અગાઉ તેનો કમેન્ટ સેક્શન ખુલ્લો હતો સુહાના આ સમય દરમિયાન વિદેશમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે.

ફિલ્મોમાં કામ કરવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે અમેરિકા જવાની તક છોડી દીધી હતી બૉલિવુડના આ દિગ્ગજ અભિનેતાએ; જાણો વિગત

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં રાહત મળી નથી. કોર્ટે અભિનેતાના પુત્રને 7 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં રાખવાનું કહ્યું છે. તે 7 ઓક્ટોબરે ફરી હાજર થશે. આર્યન જેલમાં ગયો ત્યારથી શાહરૂખ ખાનના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version