Site icon

તારક મહેતા-શો ના નિર્માતા આસિત કુમાર મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા- જુઓ ફોટોગ્રાફ 

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન જગતનો શો(TV Show) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TMKOC) પોતાની સ્ટારકાસ્ટના(Starcast) કારણે હાલના દિવસોમાં ચર્ચામાં છે. તારક મહેતા શોના કલાકારોની(Show charachter) એન્ટ્રી એક્ઝિટના સમાચાર સોશિયલ મીડિયા(Social media) પર છવાયેલા રહે છે. તેમાં નવું નામ શૈલેષ લોઢાનું(Shailesh Lodha) છે. અટકળો છે કે, તેમણે શો છોડી દીધો છે. રવિવારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ(Producer Asit Kumar Modi) શૈલેષ લોઢાને લઈને પ્રતિક્રિયા આપી હતી. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, શોમાં નવા તારક મહેતા (Tarak Mehta) તો આવશે, જૂના આવશે તો વધારે મજા આવશે. શો બંધ થશે નહીં. આસિત કુમારના આ નિવેદન પછી શૈલેષ લોઢાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તેમણે ઈન્સ્ટા પોસ્ટ(Insta post) પર હાલમાં જ પોતાના મનની વાત વ્યક્ત કરી છે. હવે શૈલેષની આ પોસ્ટ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીના રિએક્શનનો જવાબ છે અથવા બીજું કઈ એ તો એક્ટરને જ ખબર હશે. 

  આ સમાચાર પણ વાંચો : બધા દિવસ એક સમાન નથી હોતા- અમિતાભને ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો અને ત્યારબાદ રી એન્ટ્રી થઈ અને ફિલ્મ ગઈ સુપરહિટ

એક્ટર શૈલેષ લોઢાએ ઈન્સ્ટા સ્ટોરી(Insta story) પર પોતાનો ફોટો શેર(Photo share) કરી લખ્યું- ‘તેરે મેરે રિશ્તે કા યહી હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ દિમાગ રહા’. શૈલેષની શૈલી. શૈલેષ લોઢાની આ પોસ્ટ ફેન્સની વચ્ચે વાયરલ થઈ રહી છે. શૈલેષના ફેન્સ ઈચ્છે કે તેઓ ફરીથી તારક મહેતામાં પાછા આવી જાય. મેકર્સની સાથે તેમનો જે પણ વિવાદ હોય છે તેનો નિવેડો લાવે. આમ તો ફેન્સને એ વાતની ખાતરી છે કે શૈલેષ ટીવી સ્ક્રિનથી(TVScreen) ગાયબ નથી થયા. તેઓ તારક મહેતામાં જાેવા નથી મળતા તો શું થયું, પોતાના નવા શો વાહ ભાઈ વાહમાં ફેન્સને એન્ટરટેન કરે છે. તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ બધાને સાથે જોડીને રાખવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ શું કરવું જો કોઈ આવવા જ ન માગતું હોય તો. લોકોનું પેટ ભરાઈ ગયું છે તેઓ ઘણું બધું કરી ચૂક્યા છે અને કરવા માગે છે. આસિત મોદીએ કહ્યું કે શો બંધ નહીં થાય. નવા તારક મહેતા જરૂર આવશે, જૂના આવશે તો પણ ખુશી થશે. અમે માત્ર બધાને એન્ટરટેઇન કરવા માગીએ છીએ.

Taskaree Trailer: નીરજ પાંડેનો વધુ એક માસ્ટરપીસ: ‘તસ્કરી’માં ઈમરાન હાશ્મીનો કિલર અંદાજ, શું શરદ કેલકર રોકી શકશે સ્મગલિંગનું આ નેટવર્ક?
Bigg Boss 19 Success Party: ડાન્સ ફ્લોર પર ધમાકો! ગૌરવ અને આકાંક્ષાની જોડીએ ‘ટીપ-ટીપ બરસા પાની’ પર મચાવી ધૂમ, જુઓ દુબઈ પાર્ટીનો વાયરલ વીડિયો.
Hrithik Roshan: 51 વર્ષની ઉંમરે ઋત્વિક રોશનનું કિલર ફોટોશૂટ: 8-પેક એપ્સ જોઈને ગર્લફ્રેન્ડ સબા આઝાદ થઈ ફિદા
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’! ‘પુષ્પા 2’ ના કલેક્શનને પાછળ છોડી હિન્દી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.
Exit mobile version