Site icon News Continuous Bureau | Mumbai

Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ

Shakti Shalini Leaked Video મેડોક ફિલ્મ્સના હોરરકોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ શૂટિંગ દરમિયાન કલાકારોની મસ્તી વાયરસ થઈ

Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો 'શક્તિ શાલિની'ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ

Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો 'શક્તિ શાલિની'ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shakti Shalini Leaked Video ફિલ્મ ‘સૈયારા’ ફેમ અભિનેત્રી અનીત પડ્ડા ટૂંક સમયમાં જ અભિનેતા વિશાલ જેઠવા સાથે ફિલ્મ ‘શક્તિ શાલિની’ માં જોવા મળવાની છે. હાલમાં આ ફિલ્મના સેટ પરથી બંનેનો એક ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ લીક થયેલા વીડિયોએ ચાહકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતાને બમણી કરી દીધી છે. આ ફિલ્મ સુપરનેચરલ એટલે કે રહસ્યમયી દુનિયાની ડરામણી ઝલક બતાવશે.

Shakti Shalini Leaked Video – ઝાડની આસપાસ ફેરા લેતા જોવા મળ્યા કલાકારો

વાયરલ થયેલી ક્લિપમાં અનીત પડ્ડા, વિશાલ જેઠવાનો હાથ પકડીને એક ઝાડની આસપાસ ચક્કર લગાવતી અને હસી-મજાક કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અનીતે બ્લુ પ્રિન્ટેડ શર્ટ અને લાલ રંગનો સ્કર્ડ પહેર્યો છે, જ્યારે બ્લુ શર્ટ અને ગ્રે ટ્રાઉઝર પહેરેલો વિશાલ જેઠવા પણ એટલા જ ઉત્સાહ સાથે તેની પાછળ દોડી રહ્યો છે. બંને કલાકારો સેટ પર મુક્તમનથી હસતા અને મસ્તી કરતા કેમેરામાં કેદ થયા છે, જેને જોઈને ચાહકો કહી રહ્યા છે કે આ બંને સાથે ખૂબ જ ક્યુટ લાગે છે.

Shakti Shalini Sequeal – અગાઉ પણ સાથે કામ કરી ચૂકી છે આ જોડી

તમને જણાવી દઈએ કે ‘શક્તિ શાલિની’ પહેલી ફિલ્મ નથી જેમાં વિશાલ અને અનીત સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બંને કલાકારો વર્ષ ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘સલામ વેંકી’ માં પણ સાથે જોવા મળ્યા હતા. વિશાલ જેઠવા હંમેશા એક કલાકાર તરીકે અનીતની ઈમોશનલ ડેપ્થ એટલે કે ભાવનાત્મક ઊંડાણના વખાણ કરતો આવ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં યાદ કર્યું હતું કે સેટ પર જ્યારે પણ કોઈ રડવાનો સીન કરવાનો હોય, ત્યારે અનીત ગ્લિસરીન વગર જ આબેહૂબ રડી શકતી હતી અને પાત્રની લાગણીઓને વાસ્તવિક રીતે અનુભવતી હતી.

Shakti Shalini Leaked Video – મેડોક હોરર-કોમેડી યુનિવર્સનો નવો હિસ્સો

આ ફિલ્મનું નિર્દેશન ‘મુંજ્યા’ ફેમ આદિત્ય સરપોતદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ ‘મેડોક ફિલ્મ્સ’ ના પ્રખ્યાત હોરર-કોમેડી યુનિવર્સનો એક ભાગ છે. આ અગાઉ આ જ યુનિવર્સ હેઠળ ‘સ્ત્રી’, ‘ભેદિયા’ અને ‘મુંજ્યા’ જેવી સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મો બની ચૂકી છે, જેણે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા હતા. હવે આ નવા લીક થયેલા વીડિયો બાદ દર્શકો આ ડાર્ક સુપરનેચરલ કોમેડી ફિલ્મની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Shraddha Kapoor Eetha Teaser Leaked ‘કૉકટેલ ૨’ ની રિલીઝ વચ્ચે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ નું ટીઝર થયું લીક, સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version