Site icon

આ ફિલ્મ દ્વારા 16 વર્ષ બાદ વાપસી કરશે દેશી સુપરહીરો, ત્રણ ભાગમાં બતાવવામાં આવશે ફિલ્મ, જુઓ ફર્સ્ટ લૂક અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

90ના દાયકામાં ટીવી પર સુપરહીરોનો શો 'શક્તિમાન' આવતો હતો. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે આ સિરિયલ વિશે જાણતો ન હોય. આ શો બાળકોથી લઈને વડીલો સુધીનો ફેવરિટ હતો. જો આપણે ભારતીય મનોરંજન જગતના પ્રતિકાત્મક પાત્રોની વાત કરીએ તો શક્તિમાનનું નામ ચોક્કસપણે સામે આવે છે.હવે આ પ્રતિકાત્મક પાત્ર મોટા પડદા પર દેખાવાનું છે. હા, શક્તિમાન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. સોની પિક્ચર્સે આ અંગે એક મોટી જાહેરાત કરી છે.

 

સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મ સાથે સંબંધિત એક વીડિયો ક્લિપ રિલીઝ કરી છે. જેમાં શક્તિમાનનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. પરંતુ તેના ગળામાં લટકતું આઈ-કાર્ડ અને તેની છાતી પરના લોગો  બતાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં કેમેરા અને ગંગાધરના ચશ્મા પણ બતાવવામાં આવ્યા છે. તેમજ, શક્તિમાનના ગળાની આસપાસના આઇકાર્ડમાંથી ચિત્ર ગાયબ છે. અહીં મુકેશ ખન્નાનો ફોટો આવતો  હતો. હવે લોકો એ જાણવા ઉત્સુક છે કે દેશી સુપરહીરોના પાત્રમાં કોણ જોવા મળશે.વિડિયો શેર કરતાં, સોની ટીવીએ લખ્યું, "સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સ શક્તિમાન ને  લાવવા અને આઇકોનિક સુપરહીરોના જાદુને ફરીથી બનાવવા માટે તૈયાર છે." વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ બ્રુઈંગ થોટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મુકેશ ખન્નાની ભીષ્મ ઈન્ટરનેશનલ સાથે મળીને બની રહી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે શક્તિમાન સાથે જોડાયેલી વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 3 ભાગમાં બનાવવામાં આવશે.

સોનુ સૂદ ફરી આવ્યો મદદે, રોડ એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને ખોળામાં ઉઠાવી હોસ્પિટલ પહોંચ્યો; જુઓ વીડિયો

જણાવી દઈએ કે મુકેશ ખન્નાએ ટીવી સીરિયલમાં શક્તિમાનનો રોલ કર્યો હતો. આ સિરિયલમાં તેનો ડબલ રોલ હતો. એકમાં તેઓ પત્રકાર ગંગાધર હતા અને બીજીમાં તેઓ સુપરહીરો હતા. એટલે કે સુપરહીરોની ઓળખ છુપાવવા માટે તે ગંગાધર બન્યા હતા . જે ઘણી બધી મૂર્ખતાભર્યા કામો કરતા હતા. આ શો 13 સપ્ટેમ્બર 1997 ના રોજ ટીવી પર પ્રસારિત થયો અને 2005 સુધી પ્રસારિત થયો.શક્તિમાન ઉપરાંત ગીતા વિશ્વાસ, જૈકાલ  અને કિલવિશ જેવા પાત્રોમાં કોણ જોવા મળશે તે અંગે પણ ઉત્સુકતા છે. ફિલ્મનું ટીઝર જોઈને ખબર પડે છે કે ફિલ્મમાં ઘણી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો
Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ
‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી
Exit mobile version