Site icon News Continuous Bureau | Mumbai

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીની બિગ બૉસ OTTમાં એન્ટ્રી? ઘરની અંદર અને બહાર થશે ડ્રામાનો ડબલ ડોઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ટીવી જગતનો સૌથી વિવાદિત અને ફૅમસ રિયાલિટી શો ‘બિગ બૉસ 15’ એક વાર ફરી આવી રહ્યો છે. આ શોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ શો ટીવીની સાથોસાથે OTT પર સ્ટ્રીમ થશે. શોના પહેલા છ અઠવાડિયાં OTT પ્લૅટફૉર્મ વૂટ પર સ્ટ્રીમ થશે, ત્યાર બાદ ટીવી ઉપર આવશે. આ વખતે આ શો કરણ જોહર હોસ્ટ કરવાનો છે. હવે ખબર એવી આવી રહી છે કે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ આ શોનો હિસ્સો બની શકે છે. પરંતુ હજી સુધી શોના મેકર્સ કે ઍક્ટ્રેસે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એક રિપૉર્ટ પ્રમાણે શમિતા શેટ્ટી પણ કરણ જોહરના શો બિગ બૉસ OTT નો  હિસ્સો બની શકે છે. હવે જો શમિતા આ શોનો હિસ્સો બને તો તે તેના માટે જ નહીં, પરંતુ તેની બહેન શિલ્પા શેટ્ટી તથા તેના પરિવાર માટે પણ મુશ્કેલી ભરેલું રહેશે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ : કરણ મહેરા અને નિશા એકસાથે એક પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યાં

અસલમાં શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પૉર્નોગ્રાફી મામલામાં જેલમાં છે આવામાં જોવું એ રહ્યું કે શમિતા આ કૉન્ટ્રોવર્સીની વચ્ચે શોમાં હિસ્સો લે છે કે નહીં.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version