Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ માં કોરોના નો પગપેસારો, સંજય કપૂર અને સોહેલ ખાન ના ઘર ના આ સભ્યો આવ્યા કોવીડ ની ચપેટ માં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

 

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહિપ કપૂરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેમની દીકરી શનાયા કપૂર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.તેણે પોતે જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કોવિડ પોઝિટિવ આવવાની માહિતી આપી છે. શનાયા એ  પોસ્ટ કર્યા બાદ  સોશિયલ મીડિયા સહિત બોલિવૂડમાં હલચલ મચી ગઈ છે કારણ કે એક પછી એક લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવી રહ્યું છે. જો કે શનાયાએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે તેનો કોરોના રિપોર્ટ 4 દિવસ પહેલા નેગેટિવ આવ્યો હતો, પરંતુ સાવચેતીના ભાગરૂપે જ્યારે તેનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કોવિડ પોઝિટિવ વિશે માહિતી આપતાં શનાયા કપૂરે લખ્યું, "આજે મારો કોવિડ 19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં હળવા લક્ષણો છે અને હું ઠીક અનુભવું છું. મેં મારી જાતને ઘર માં જ આઇસોલેટ કરી દીધી છે.ચાર દિવસ પહેલા મારો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બીજી વખત ટેસ્ટ કરાવ્યા બાદ તે પોઝિટિવ આવ્યો હતો. હું મારા ડોકટરો અને આરોગ્ય વ્યાવસાયિકો દ્વારા આપવામાં આવેલ તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. જો તમારામાંથી કોઈ મારા સંપર્કમાં આવ્યા હોય તો કૃપા કરીને તમારો કોરોના ટેસ્ટ કરાવો. દરેક જણ સુરક્ષિત રહો."

હવે એવા  સમાચાર છે કે સીમા ખાનનો નાનો પુત્ર યોહાન ખાન કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં, સીમા ખાનની બહેન પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર અનુસાર, કોવિડના નિયમોને અનુસરીને, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સીમા ખાન અને યોહાન ખાન જ્યાં રહે છે તે જગ્યાને સીલ કરી દીધી છે.તમને જણાવી દઈએ કે સીમા તેના બાળકો સાથે પાલી હિલ સ્થિત કિરણ ટાવરમાં રહે છે. અહીં રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BMCએ આ જગ્યાને સીલ કરી દીધી છે અને અહીંના લોકોનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. અહીં કેટલા લોકો પોઝિટિવ છે તે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે અને તે મુજબ બિલ્ડીંગના માળને  અનલૉક કરવાની કામગીરી કરવામાં આવશે. અત્યારે, સીમા જ્યાં રહે છે તે ફ્લોર સીલ રહેશે.

હાશ! આખરે બોલીવુડ બાદશાહ શાહરૂખન ખાનનું ટેન્શન ઓછું થયુ, દીકરાને બોમ્બે હાઈકોર્ટે આપી આ રાહત; જાણો વિગત

વાસ્તવમાં, કરણ જોહરે ભૂતકાળમાં ‘કભી ખુશી કભી ગમ’ ના 20 વર્ષ પૂરા થયાની ખુશી પર તેના ઘરે એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ પછી જ મહિપ કપૂર, કરીના કપૂર, અમૃતા અરોરા અને સીમા ખાન જેવા મોટા સેલેબ્સ કોવિડ પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version