Site icon

શાર્ક ટેન્ક ઇન્ડિયા: 85 વર્ષના વૃદ્ધે બનાવ્યું એવું તેલ, કે મોટી ઉંમરે પણ માથા પર ઉગતા હતા વાળ, શાર્ક પણ થઈ ગયા હેરાન

મિસ્ટર આર.કે.ચૌધરી તેમના પરિવાર સાથે આવી આયુર્વેદિક તેલ નો સોદો શાર્કની સામે લાવ્યા છે જે દાવો કરે છે કે 85 વર્ષની ઉંમરે પણ માથા પર વાળ ઉગી જશે. આરકે ચૌધરી તેની હેર કેર અને સ્કિન કેર કંપની Avimee Herbal માટે શાર્ક ટેન્ક ઇન્ડિયા માં આવ્યા છે.

shark tank india season 2 got its first all 5 sharks deal

શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 2 માં પીચરે રચ્યો ઈતિહાસ, તમામ પાંચ શાર્કે કરી ડીલ ઓફર

News Continuous Bureau | Mumbai

ટીવીનો લોકપ્રિય શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ પ્રેક્ષકોમાં ઘણો લાઇમલાઇટ મેળવી રહ્યો છે. આ શો માં એ તમામ સ્ટાર્ટઅપ્સને આમાં તક આપવામાં આવી રહી છે, જેઓ દેશમાં પરિવર્તન લાવવાની અને કંઈક નવું કરવાની ભાવના ધરાવે છે. આમાંથી કેટલા ઉદ્યોગસાહસિકો એવા છે કે તેઓ રાતોરાત સ્ટાર બની જતા હોય છે. શોમાં વર્તમાન શાર્ક પણ તેમને સફળ બનાવવામાં કોઈ કસર છોડી નથી રહ્યા.આ શોની બીજી ખાસ વાત એ છે કે તેમાં દરરોજ કોઈને કોઈ સ્ટોરી જોવા મળે છે જે દિલને સ્પર્શી જાય છે. આમાંની એક વાર્તા 85 વર્ષના દાદાની છે. શ્રી આર.કે.ચૌધરી તેમના પરિવાર સાથે આવી આયુર્વેદિક તેલનો સોદો શાર્કની સામે લાવ્યા છે જે દાવો કરે છે કે 85 વર્ષની ઉંમરે પણ માથા પર વાળ ઉગી જશે. આરકે ચૌધરી તેમની હેરકેર અને સ્કિનકેર કંપની Avimee Herbal માટે આવ્યા છે.

Join Our WhatsApp Community

પ્રેરણાદાયી છે આર.કે.ચૌધરીની વાર્તા

આરકે ચૌધરીએ શાર્ક્સ ને કહ્યું કે કોવિડ પછી, ઘરના દરેકને વાળ ખરવાની સમસ્યા થવા લાગી, ત્યારબાદ તેણે આ કંપની શરૂ કરી. તેમણે જણાવ્યું કે બાળપણથી જ તેમને પુસ્તકો વાંચવાનો શોખ હતો. કોવિડ પછી જ્યારે બાળકોના વાળ ખરવાની સમસ્યા સામે આવવા લાગી તો તેણે તેલ બનાવ્યું. મારી દીકરીને કહ્યું કે આ તેલ લગાવી જુઓ, તમારા વાળ આવી જશે. દીકરી એ બેધડક જવાબ આપ્યો અને કહ્યું કે પહેલા તમે પ્રયત્ન કરો. ‘નાનાજી’એ જણાવ્યું કે 85 વર્ષની ઉંમરે તેમના માથા પર ક્રિકેટની પિચ હતી અને તેલના ઉપયોગને કારણે આ પિચ પર ખરેખર વાળ આવવા લાગ્યા હતા.

શાર્કસ થયા ઈમ્પ્રેસ 

આરકે ચૌધરીની આ પ્રેરણાદાયી વાર્તાથી તમામ શાર્ક ખૂબ પ્રભાવિત થયા હતા. ખાસ કરીને અનુપમ મિત્તલ અને તેમણે 2.8 કરોડ પર 0.5%ના ઇક્વિટી દરની માંગણી કરી હતી. શાર્ક માટે આ રકમ બહુ મોટી હતી. અમન ગુપ્તા, નમિતા થાપર અને પીયૂષ બંસલ ડીલ માંથી બહાર નીકળી ગયા. અમિત જૈને 1 કરોડ પર 2.5% ઇક્વિટી રેટ ઓફર કર્યો હતો. જ્યારે, અનુપમ મિત્તલે 70 લાખ પર 2% ઇક્વિટી રેટ ઓફર કર્યો હતો. પરંતુ આરકે ચૌધરી નો પરિવાર 2.8 કરોડ પર 1.5% ઇક્વિટી રેટથી નીચે આવ્યો ન હતો. પરિવાર શાર્ક સાથેનો સોદો કરી શક્યા નહીં, પરંતુ પિયુષ બંસલે તેમને ચોક્કસ સલાહ આપી. એટલે કે, નાનાજી ને સંભવતઃ સૌથી વધુ ટકાવારી ઇક્વિટી રેટ આપવો જોઈએ, કારણ કે તમામ બ્રાન્ડ તેમના દ્વારા બનાવવામાં આવી છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version