Site icon

Shatrughan Sinha: શું સોનાક્ષી ના ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા પિતા શત્રુઘ્ન સિન્હા ને નથી પસંદ? અભિનેતા એ કહી આવી વાત

Shatrughan Sinha: સોનાક્ષી સિન્હા ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હવે આ મામલે શત્રુઘ્ન સિન્હા એ પ્રતિક્રિયા આપી છે.

shatrughan sinha reacts on daughter sonakshi sinha wedding rumours

shatrughan sinha reacts on daughter sonakshi sinha wedding rumours

News Continuous Bureau | Mumbai 

Shatrughan Sinha: સોનાક્ષી સિન્હા ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે ઝહીર ઇકબાલ સાથે 23 જૂન ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન માં માત્ર પરિવાર ના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહેશે. સોનાક્ષી ના લગ્ન ના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. દરમિયાન હવે સોનાક્ષી ના પિતા અને બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હા ની પ્રતિક્રિયા સામે આવી છે. આ દરમિયાન શત્રુઘ્ને કહ્યું કે આ દિવસોમાં બાળકો કંઈ પૂછતા નથી, તેઓ માત્ર માહિતી આપે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો : Sonakshi sinha: શું ખરેખર કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી રહી છે સોનાક્ષી સિન્હા? મહેમાનો ની સૂચિ આવી સામે

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન પર શત્રુઘ્ન સિન્હા ની પ્રતિક્રિયા 

એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા શત્રુઘ્ન સિન્હા એ જણાવ્યું કે, ‘હું અત્યારે દિલ્હીમાં છું. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરીની યોજના વિશે વાત કરી નથી. તેણે મને હજી સુધી આ વિશે કશું કહ્યું નથી. હું પણ એટલું જ જાણું છું જેટલું મેં મીડિયામાં વાંચ્યું છે. જ્યારે પણ તે અમને આ વિશે કહે છે, અમારા આશીર્વાદ તેની સાથે છે. અમે તો ઈચ્છીએ છીએ કે તેઓને દુનિયાની બધી ખુશીઓ મળે.’


 

પોતાની વાત ને આગળ વધારતા અભિનેતા એ કહ્યું, ‘અમને અમારી દીકરીના નિર્ણય પર પૂરો વિશ્વાસ છે. તે ક્યારેય કોઈ ખોટો નિર્ણય લઈ શકતી  નથી. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ મારી પુત્રીના લગ્ન થશે, હું તેના લગ્નની સેરેમની માં નાચીશ.ઘણા લોકો મને પૂછે છે કે મને આ વિશે કેમ ખબર નથી અને મીડિયા બધું જ જાણે છે. આના પર હું એટલું જ કહીશ કે આજના બાળકો તેમના માતા-પિતાને પૂછતા નથી, તેઓ માત્ર આવીને જાણ કરે છે. અમે ફક્ત કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version