Site icon

તુનિષા શર્મા કેસ: શીઝાન ખાનની બહેન હોસ્પિટલમાં દાખલ, અભિનેતાની માતાએ કહ્યું- ‘અમારો ગુનો શું છે?

તુનિષા શર્માની આત્મહત્યાના મામલે જેલમાં બંધ શેઝાન ખાનની બહેન ફલક નાઝ હોસ્પિટલમાં દાખલ છે. શીજાન ખાનની માતાએ આ માહિતી આપી છે.

sheezan khan sister falaq naaz hospitalized

તુનિષા શર્મા કેસ: શીઝાન ખાનની બહેન હોસ્પિટલમાં દાખલ, અભિનેતાની માતાએ કહ્યું- 'અમારો ગુનો શું છે?

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા એ ગયા મહિને ડિસેમ્બરમાં પોતાની સિરિયલના શૂટિંગ સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ટીવી એક્ટર શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તે આ દિવસોમાં જેલમાં છે. દરમિયાન, શીઝાન ખાનની માતા કહકશાન ફૈઝી એ તેના સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે અને એ પણ જણાવ્યું છે કે તેની પુત્રી ફલક નાઝ હોસ્પિટલમાં દાખલ છે. કહકશાન ફૈઝી એ ફલક નાઝ ની એક તસવીર શેર કરી છે જેમાં તે હોસ્પિટલમાં જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

શીઝાન ખાનની માતા એ લખી એક લાગણીશીલ પોસ્ટ 

શીઝાન ખાનની માતા કહકશાન ફૈઝીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરી પર પુત્રી ફલક નાઝ ની તસવીર શેર કરી છે. આમાં તમે જોઈ શકો છો કે તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. કહકશાન ફૈઝી એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની સ્ટોરી પર લખ્યું છે કે, ‘મને સમજાતું નથી કે અમારા પરિવારને શેની સજા થઈ રહી છે અને શા માટે? મારો પુત્ર શીજાન છેલ્લા 1 મહિનાથી એક પણ પુરાવા વગર કેદીઓ ની જેમ જેલમાં સજા કાપી રહ્યો છે. મારી બાળકી ફલક હોસ્પિટલમાં દાખલ છે,શીઝાન નો નાનો ભાઈ જે બાળક છે તે બીમાર છે. શું માતા માટે બીજાના બાળકને માતા તરીકે પ્રેમ કરવો એ ગુનો છે?’ શીઝાન ખાનની માતાએ આગળ લખ્યું, ‘શું ફલક માટે તુનીશાને નાની બહેનની જેમ પ્રેમ કરવો એ ગુનો હતો કે ભૂલ? કે પછી શીઝાન અને તુનીષા ને તેમના સંબંધોમાં બ્રેકઅપ કે સ્પેસ આપવી એ ગુનો હતો કે તે પણ ખોટું હતું? શું આપણને એ છોકરીને પ્રેમ કરવાનો હક ન હતો કેમ કે અમે મુસલમાન છીએ? અમારો ગુનો શું છે?’

શીઝાન ખાનની તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં થઇ હતી ધરપકડ 

ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બરે તુનીષા શર્માએ તેની સીરિયલ ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ પછી પોલીસે 25 ડિસેમ્બરે શીજાન ખાનની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે 13 જાન્યુઆરી એ વસઈ કોર્ટે શીઝાન ની જામીન અરજી ફગાવી દીધી હતી.

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version