Site icon News Continuous Bureau | Mumbai

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં 2 મહિના પછી શીઝાન ખાનને આંખો સામે જોઈને બહેનો થઈ ગઈ ભાવુક

અભિનેતા શીઝાન ખાન આખરે જેલમાંથી મુક્ત થયો છે. શીઝાન ખાન 70 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અભિનેતા જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેની માતા અને બહેનો ભાવુક થઈ ગયા હતા. બધાએ તેને ગળે લગાડ્યો અને ખૂબ રડ્યા.

sheezan khan walks out of jail after 70 days mother and sisters cries tunisha sharma suicide case

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં 2 મહિના પછી શીઝાન ખાનને આંખો સામે જોઈને બહેનો થઈ ગઈ ભાવુક

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ અભિનેતા શીઝાન ખાન આખરે જેલમાંથી મુક્ત થઈ ગયો છે. શેજાન ખાન 70 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેના પરિવારે તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો કર્યા હતા. હવે આખરે શીઝાન ઘરે પાછો ફર્યો છે.

Join Our WhatsApp Community

 

જેલમાંથી બહાર આવ્યો શીઝાન ખાન

શીઝાન ખાને જેલની બહાર મીડિયા સાથે વાત કરી ન હતી. તેની બહેને કહ્યું કે તે 70 દિવસથી જેલમાં છે. અમને 70 કલાક આપો, અમે અમારી વાત રાખીશું. જ્યારે શીઝાન જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેની બહેન અને માતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બધા તેને ગળે લગાવીને રડતા જોવા મળ્યા હતા. આખરે અભિનેતાને 69માં દિવસે જામીન મળી ગયા.28 વર્ષીય શીજાન ખાનને મુંબઈની વસઈ કોર્ટે જામીન આપ્યા હતા. શનિવારે કોર્ટે અભિનેતાને લઈને આ મોટો નિર્ણય સંભળાવ્યો હતો. એડિશનલ સેશન્સ કોર્ટના જજ એ શીઝાન ખાનને જામીન આપતાં એક લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટની માંગણી કરી હતી. અભિનેતાના વકીલ શરદ રાયના જણાવ્યા અનુસાર, શીઝાન ને કોર્ટે અનેક કારણોસર જામીન આપ્યા છે.

તુનિષાની માતાએ શીઝાન પર લગાવ્યા હતા ગંભીર આરોપ  

અભિનેત્રી તુનીષા શર્માના આત્મહત્યા કેસમાં ડિસેમ્બર 2022માં શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશા એ સિરિયલ ના સેટ ના મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ પછી અભિનેત્રીની માતાએ તુનિષા પૂર્વ બોયફ્રેન્ડ અને કો-એક્ટર શીઝાન ખાન પર ઘણા મોટા અને ગંભીર આરોપો લગાવ્યા હતા.તુનિષા શર્માની માતાએ શીઝાનની માતા અને બહેનો પર પણ તેમની પુત્રીને તેમની વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ બધાના જવાબમાં શીઝાનના પરિવારે કહ્યું હતું કે તુનિષા ની માતા તેને હેરાન કરતી હતી અને પૈસા માટે તેનો ઉપયોગ કરતી હતી, જેના કારણે અભિનેત્રી ડિપ્રેશનમાં હતી.

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version