Site icon News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા નો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જણાયું તેના નિધન નું કારણ

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના મોતનું કારણ સેલ્ફ મેડિકેશનથી થયેલો કાર્ડિયક અરેસ્ટ હોઈ શકે છે.

Shefali Jariwala Death Linked to Self-Medication Says Preliminary Report

Shefali Jariwala Death Linked to Self-Medication Says Preliminary Report

News Continuous Bureau | Mumbai 

Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલા ના અચાનક અવસાનથી ચાહકોમાં શોક છે. 27 જૂનના રોજ તેનું નિધન થયું હતું. મુંબઈ પોલીસ ના સૂત્રો અનુસાર, કૂપર હોસ્પિટલ ની પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું જણાયું છે કે તેનું અવસાન સેલ્ફ મેડિકેશન ના કારણે થયેલા કાર્ડિયક અરેસ્ટ થી થયું હોઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Parag Tyagi: શેફાલી જરીવાલા ના નિધન થી ભાંગી પડ્યો પરાગ ત્યાગી, પત્ની ના અસ્થિ વિસર્જન વખતે ભાવુક જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

શેફાલી ડોક્ટરની સલાહ વિના દવાઓ લેતી હતી

પોલીસે શેફાલીના પતિ પરાગ ત્યાગી, માતા-પિતા અને અન્ય 12 લોકોના નિવેદન નોંધ્યા છે. તમામે જણાવ્યું કે શેફાલી લાંબા સમયથી ડોક્ટરની સલાહ વિના દવાઓ લઈ રહી હતી. તેમના ઘરના ફ્રિજ અને ડ્રોઅરમાંથી ગ્લૂટાથિઓન, પેન DSR, સ્કિન વ્હાઇટનિંગ કેપ્સૂલ અને હાઈ ડોઝ એન્ટી-એજિંગ ઈન્જેક્શન જેવી દવાઓ મળી આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, શેફાલીએ 27 જૂનના રોજ સત્યનારાયણ પૂજા  બાદ ફ્રિજમાંથી બચેલા ફ્રાઈડ રાઈસ ખાધા અને એન્ટી-એજિંગ ઈન્જેક્શન લીધું. ત્યારબાદ તેનું સ્વાસ્થ્ય બગડ્યું અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું અવસાન થયું.


આ ઘટના એ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે કે સેલ્ફ મેડિકેશન કેટલું ખતરનાક હોઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના દવાઓ લેવી આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે. મુંબઈ પોલીસ હવે ફાઈનલ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version