Site icon

‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું લગ્નજીવન રહ્યું હતું દર્દ ભર્યું, પછી તેણે લીધો મોટો નિર્ણય; જણાવી આપવીતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૬  જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં રાતોરાત કોઈની કિસ્મત બદલાઈ જાય છે તો કોઈને સંઘર્ષ કરવો પડે છે. આવું જ કંઈક થયું શેફાલી જરીવાલા સાથે, શેફાલી જરીવાલા એક આઇટમ સૉન્ગ કાંટા લગાથી મશહૂર થઈ હતી. તે તેના જીવનને લઈને હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. શેફાલીના એક વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તેણે બીજા લગ્ન પરાગ ત્યાગી સાથે કર્યાં છે. પહેલા લગ્નનો અનુભવ કેવો રહ્યો એ વિશે શેફાલીએ ખુલાસો કર્યો.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેફાલીએ પોતાના છૂટાછેડા વિશે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તમારી સાથે જ્યારે આવું થાય ત્યારે એવું લાગે જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ છે. છૂટાછેડાનો નિર્ણય લેવો એક પડકાર ભર્યું કામ છે. આપણને એમ લાગે કે હવે આગળ શું થશે? જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે હું એક જુવાન છોકરી, પરંતુ મને લોકોએ સમજી અને મારા આ નિર્ણયનું સન્માન કર્યું. આમાં મારાં માતા-પિતા, ફ્રેન્ડ, બીજા ઘણા બધા સામેલ છે.શેફાલી વધુમાં જણાવે છે કે જ્યારે તેને બીજી વાર લગ્ન કર્યાં ત્યારે લોકોએ તેને ઘણી ખરીખોટી સંભળાવી હતી. તે જણાવે છે કે સમાજમાં આ જ સમસ્યા છે, લોકો પુરુષોને નહીં, પરંતુ સ્ત્રીઓને જજ કરે છે. એવું કેમ થાય છે? પુરુષ દસ વખત લગ્ન કરે તો ચાલે, પરંતુ મહિલા બીજી વાર પણ લગ્ન ના કરી શકે.

આ સુપરહિટ અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં જેઠાલાલની સાસુ બનવાની ઇચ્છા વ્યક્ત કરી; જાણો કોણ છે આ અભિનેત્રી

મીત બ્રધર્સ ફેમ હરમિત સિંહ સાથે શેફાલીનાં લગ્ન થયાં હતાં. બંનેનું લગ્નજીવન વર્ષ 2004થી 2009 સુધી ચાલ્યું. બંને વચ્ચે ખૂબ ઝઘડા થયા અને ત્યારવબાદ છૂટાછેડા લઈ લીધા. શેફાલી જરીવાલાએ વર્ષ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યાં. હાલ બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. શેફાલી અને પરાગ બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અવારનવાર સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે.

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version