News Continuous Bureau | Mumbai
તાજેતરમાં જ પ્રખ્યાત અભિનેત્રી શેફાલી શાહ સાથે ફ્લાઇટની મુસાફરી દરમિયાન કંઈક એવું બન્યું, જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. અભિનેત્રીએ આ વિચિત્ર ઘટના વિશે ખુલીને વાત કરી છે, તેણે એક લાંબી પોસ્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે ફ્લાઈટની એરહોસ્ટેસ હસતી હતી અને તેને ચોંકાવનારી વાતો કહીને જતી રહી હતી. અભિનેત્રી લાંબા સમય સુધી એરહોસ્ટની વાત પર વિચારતી રહી, જ્યાં તેની ભૂખ અને તરસ પણ જતી રહી. અભિનેત્રી એટલી નારાજ થઈ ગઈ કે તેણે તેની સાથે બનેલી કેટલીક જૂની ઘટનાઓ વિશે પણ ખુલાસો કર્યો.
શેફાલી એ શેર કરી પોસ્ટ
શેફાલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેની ફ્લાઈટની સીટ પર સૂતી હોવાની તસવીર છે અને આ તસવીરના કેપ્શનમાં તેણે ફ્લાઈટમાં બનેલી ચોંકાવનારી ઘટના જણાવી છે. અભિનેત્રીએ લખ્યું કે કેવી રીતે એક એરહોસ્ટેસે ફ્લાઇટમાં તેનું ધ્યાન રાખ્યું અને તેની સાથે હસીને વાત કરી, પરંતુ આ દરમિયાન તેણે અભિનેત્રીના વખાણ કરતાં એક વિચિત્ર વાત કહી. અભિનેત્રીએ લખ્યું- ‘તેણે મને કહ્યું કે હું અને ક્રૂ તમને બિલકુલ ઓળખી શક્યા નથી. તમે સ્ક્રીનથી કેટલા અલગ દેખાઓ છે પણ મને તારું કામ ગમે છે’. અભિનેત્રી કહે છે કે આ ‘પણ’ તેને પરેશાન કરે છે.શેફાલીએ લખ્યું- ‘પરંતુ તેનાથી મારા મનમાં શંકા પેદા થઈ. મને સમજાયું નહીં કે શું હતું તેની આંખોમાં પ્રશંસા, સહાનુભૂતિ કે સંવેદના. તેને મારા માટે ખરાબ લાગતું હશે. અભિનેત્રી જણાવે છે કે આ પછી પણ આ એરહોસ્ટેસ ખૂબ જ સન્માન સાથે વર્તી અને હસીને તેની સેવા કરતી રહી. અભિનેત્રીને આશ્ચર્ય થયું કે તે બિલકુલ ખરાબ વર્તન નથી કરી રહી પરંતુ તેણે જે કહ્યું તે ખૂબ જ ખરાબ હતું. અભિનેત્રી કહે છે કે તે તેના વર્તનથી એટલી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે તેની બધી ભૂખ અને તરસ ખતમ થઈ ગઈ હતી.
શેફાલી એ શેર કરી પહેલા ની ઘટના
શેફાલીએ જણાવ્યું કે તેની સાથે આ પહેલા પણ આવું બન્યું છે. તેણે લખ્યું- ‘સૌથી ઐતિહાસિક ઘટના વર્ષો પહેલા બની હતી જ્યારે એક વ્યક્તિએ મને કહ્યું હતું કે ‘ટીવી પે તો અચ્છી લગતી હૈ’. હું ગુસ્સે તો નહોતી થઇ પણ તેની મૂર્ખતા અને અસભ્યતા પર હસી પડી. હું આના પર જવાબ આપવા માંગતી હતી – કમસેકમ હું તો સાફ છું પણ એવા ચહેરાનું શું કરશો જે તમને મળી ગયું છે. તે સમયે મને આવું કહેવું યોગ્ય ન લાગ્યું. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું કોઈ મૅનેક્વિન કે પેઇન્ટિંગ નથી. હું બાકીના લોકોની જેમ વાસ્તવિક છું.
