Site icon

શહેનાઝ ગિલ છે કરોડોની માલકીન- એક ઇન્સ્ટા પોસ્ટ માટે કરે છે અધધ એટલો ચાર્જ-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે  

News Continuous Bureau | Mumbai

શહેનાઝ ગિલ(Shehnaaz Gill) ટીવી ઈન્ડસ્ટ્રીનું(TV industry) મોટું નામ બની ગઈ છે. ટીવી બાદ હવે શહેનાઝ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં(Bollywood industry) પણ પોતાનો સિક્કો જમાવવા માટે તૈયાર છે.આજે તે જે પદ પર છે તેના માટે શહેનાઝ ગિલે ઘણી મહેનત કરી છે. શો બિગ બોસમાં(Bigg Boss) શહેનાઝ ની એન્ટ્રી તેની બાદ બ્રાન્ડ વેલ્યુ(Brand value) વધુ વધી ગઈ છે. બિગ બોસમાં એન્ટ્રી પહેલા જ શહેનાઝે ઘણું કામ કર્યું હતું. બિગ બોસમાં એન્ટ્રી પહેલા શહેનાઝ ગિલનું એક પંજાબી ગીત(Punjabi song) ઘણું હિટ થયું હતું, જેમાં સના ડાન્સ કરતી જોવા મળી હતી.જોકે, ત્યારે શહેનાઝને કોઈએ ઓળખી પણ ન હતી. બીજી તરફ આજે જોવામાં આવે તો બાળકો થી લઇ ને વૃદ્ધ સુધી દરેક લોકો પર શહેનાઝ ને ઓળખે છે. એટલું જ નહીં શહેનાઝ ગિલ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

Join Our WhatsApp Community

શું તમે જાણો છો કે શહેનાઝ સોશિયલ મીડિયાથી(social media) પણ ઘણી કમાણી કરે છે. વાસ્તવમાં, શહેનાઝ જે બ્રાન્ડ વેલ્યુ બની ગઈ છે તેના કારણે તે ઘણા એન્ડોર્સમેન્ટ(Endorsement) સાઈન કરે છે. મામા અર્થથી લઇ ને બીજી ઘણી બ્રાન્ડ સાથે શહેનાઝ ગિલ સંકળાયેલી છે.આવી સ્થિતિમાં, જ્યારે શહેનાઝ ગિલ આ ઉત્પાદનોની જાહેરાત કરે છે, ત્યારે તે તેના માટે ઘણા પૈસા પણ લે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શહેનાઝ ગિલની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયા છે. માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ નહીં, શહેનાઝ ઈવેન્ટ્સને પ્રમોટ કરીને પણ મોટી રકમ વસૂલે છે. જો તમે મીડિયા રિપોર્ટ પર નજર નાખો તો, શહેનાઝ ગિલ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લગભગ 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે. 

આ સમાચાર પણ વાંચો : એશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ 

બિગ બોસ ના ઘરમાં સિદ્ધાર્થ શુકલા(Siddharth Shukla) સાથે ના તેના સંબંધ ને લઇ ને પણ શહેનાઝ ની ખુબ ચર્ચા થઇ હતી. ચાહકો એ તે જોડી નું નામ ‘સીડનાઝ’(Sidnaaz) આપ્યું હતું.સિદ્ધાર્થ શુકલા ના અચાનક નિધન બાદ શહેનાઝ પુરી રીતે ભાંગી પડી હતી.હવે શહેનાઝ પોતાની જાત ને ખુબ જ વ્યસ્ત રાખે છે. શહેનાઝ ગિલ હવે તેના બોલિવૂડ ડેબ્યૂ(Bollywood debut) માટે પણ તૈયાર છે, તે સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન'માં('Kisi ka bhai, kisi ki jaan') જોવા મળવાની છે.

 

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version