Site icon

KKBKKJ ની ઑફર પહેલા શહનાઝ ગિલે કર્યો હતો સલમાનનો નંબર બ્લોક, જાણો કેમ અભિનેત્રી એ કર્યું આ કામ

શહનાઝ ગિલ આ દિવસોમાં ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને કારણે ચર્ચામાં છે. શહનાઝ ગિલે તાજેતરમાં કપિલ શર્માના શોમાં ખુલાસો કર્યો હતો કે તેણે સલમાનનો નંબર બ્લોક કરી દીધો હતો.

shehnaaz gill said she blocked salman khan number after he called to offer her KKBKKJ

KKBKKJ ની ઑફર પહેલા શહનાઝ ગિલે કર્યો હતો સલમાનનો નંબર બ્લોક, જાણો કેમ અભિનેત્રી એ કર્યું આ કામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે બિગ બોસ 13 ફેમ શહનાઝ ગિલ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશન દરમિયાન શહઝાન ગિલે ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ સાઈન કરતા પહેલા સલમાન ખાનનો નંબર બ્લોક કરી દીધો હતો. શા માટે? ચાલો જાણીએ.

Join Our WhatsApp Community

 

આ કારણોસર શહેનાઝે કર્યો હતો સલમાન ખાન નો નંબર બ્લોક 

ફિલ્મના પ્રમોશન માટે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની ટીમ કોમેડિયન કપિલ શર્માના શોમાં જોવા મળી હતી. આ દરમિયાન શહનાઝે ખુલાસો કર્યો હતો કે જ્યારે સલમાન ખાને તેને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઓફર કરવા માટે ફોન કર્યો ત્યારે તેણે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. શહનાઝે કહ્યું, ‘હું અમૃતસરના ગુરુદ્વારામાં હતી, ત્યારે મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મને અજાણ્યા નંબરો બ્લોક કરવાની આદત છે, તેથી મેં અજાણતામાં સલમાન સરનો નંબર પણ બ્લોક કરી દીધો હતો.”

 

આ રીતે મળી શહનાઝ ને ફિલ્મ 

શહનાઝે વધુમાં કહ્યું કે, “સલમાન સર મને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને વારંવાર કોલ આવી રહ્યા હતા, તેથી મેં ટ્રુકોલર પર નંબર એન્ટર કર્યો કે તે કોણ છે જે વારંવાર ફોન કરી રહ્યું છે. પછી મને ખબર પડી કે આ સલમાન સરનો નંબર છે. મેં તરત જ તેને અનબ્લોક કર્યો અને તેમને પાછો કોલ કર્યો. પછી તેમણે મને ફિલ્મની ઓફર કરી અને આ રીતે મને ફિલ્મ મળી.”તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શહનાઝ ગિલ ઉપરાંત શ્વેતા તિવારીની પુત્રી પલક, વેંકટેશ, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને વિનાલી ભટનાગર જેવા સ્ટાર્સ જોવા મળશે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version