Site icon

શહેનાઝ ગિલ ના હાથ લાગ્યો બોલિવૂડનો બીજો મોટો પ્રોજેક્ટ-ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગજ કલાકારો સાથે શેર કરશે સ્ક્રીન

News Continuous Bureau | Mumbai

રિયાલિટી શો બિગ બોસ(Reality show Bigg Boss) 13  નો હિસ્સો રહી ચુકેલી શહેનાઝ ગીલ(Shehnaaz Gill) દરેકની ફેવરિટ બની ગઈ છે. પંજાબી ફિલ્મોથી(Punjabi film) લઈને બોલિવૂડ અને ટેલિવિઝન શો(television show) સુધી, તે દરેક જગ્યા એ પોતાની છાપ છોડી રહી છે. પંજાબની કેટરિના કૈફ( Katrina kaif) તરીકે જાણીતી શહેનાઝ ગિલ ટૂંક સમયમાં જ સલમાન ખાનની(Salman khan) ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ (Kabhi Eid Kabhi Diwali) થી બોલીવુડમાં પ્રવેશ કરશે, જેમાં પૂજા હેગડે(Pooja hegde) અને જસ્સી ગિલ(Jassie gill) પણ છે. હવે જો સમાચારોનું માનીએ તો શહનાઝે વધુ એક બોલિવૂડ ફિલ્મ સાઈન કરી છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, શહેનાઝ ગિલે રિયા કપૂર(Rhea Kapoor) સાથે તેની બીજી બોલિવૂડ ફિલ્મ(bollywood film) સાઈન કરી છે, જે તેના પતિ કરણ બુલાની(Karan Boolani) દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલનો એવો પણ દાવો છે કે શહનાઝ સિવાય અનિલ કપૂર(Anil kapoor) અને ભૂમિ પેડનેકર(bhumi pedndekar) પણ આ ફિલ્મમાં હશે.અહેવાલ મુજબ, “રિયાની અગાઉની ફિલ્મ વીરે દી વેડિંગ (2018)ની જેમ, તેની આગામી ફિલ્મમાં પણ મહિલા પ્રધાન થીમ(women empowerment) છે. શહેનાઝ ફિલ્મની કાસ્ટમાં જોડાવા માટે નવીનતમ છે, જે આ મહિનાના અંત સુધીમાં ફ્લોર પર જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં શહનાઝ એક અલગ જ અવતારમાં જોવા મળશે.જોકે, શહનાઝ અને રિયાના પક્ષ તરફથી કોઈ સત્તાવાર સમર્થન આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : શું સબા આઝાદ સાથે લગ્ન કરશે રિતિક રોશન-અભિનેતા ના બીજા લગ્ન પર આ વ્યક્તિએ કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

તમને જણાવી દઈએ કે શહેનાઝે  2015ના મ્યુઝિક વીડિયોથી મોડલિંગ કરિયરની (modeling career)શરૂઆત કરી હતી.‘બિગ બોસ 13’ (Bigg boss 13)પછી અભિનેત્રી ખૂબ જ લોકપ્રિય બની હતી. શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ(fan following) પણ વધી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version