Site icon News Continuous Bureau | Mumbai

Madhuri Dixit fan: બોલિવૂડ ના આ અભિનેતા હતા માધુરી દીક્ષિત ની સુંદરતા પર ફિદા, ધક ધક ગર્લ સાથે કામ કરવા માટે ફ્રી માં કર્યું હતું કામ

Madhuri Dixit fan: બોલિવૂડ ના અભિનેતા શેખર સુમન માધુરી દીક્ષિત ના ચાહક હતા ‘માનવ હત્યા’ ફિલ્મ દરમિયાન બંને એક જ બાઈક પર આવતાં-જતાં હતા

Shekhar Suman Signed Film Without Fee After Seeing Madhuri Dixit’s Beauty

Shekhar Suman Signed Film Without Fee After Seeing Madhuri Dixit’s Beauty

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit fan: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit)એ 1984માં ‘અબોધ’ ફિલ્મથી કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ 1986માં તે શેખર સુમન (Shekhar Suman) સાથે ‘માનવ હત્યા’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ માટે શેખર સુમન શરૂઆતમાં તૈયાર નહોતા, કારણ કે તેમને ફી મળવાની નહોતી અને હીરોઈન પણ નવી હતી. પરંતુ જ્યારે તેમણે માધુરીને જોઈ, ત્યારે તરત ફિલ્મ માટે હા પાડી દીધી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vijay Deverakonda: ગેમિંગ એપ ના મામલા માં ફસાયા બાદ વિજય દેવરાકોંડા એ સ્પષ્ટતા આપતા કહી આવી વાત

માધુરીનીસુંદરતા જોઈને શેખર સુમનનો નિર્ણય

શેખર સુમને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મના ડિરેક્ટર સુદર્શન રતન એ તેમને ફોન કરીને કહ્યું કે “ફી નહીં આપી શકાય.” શેખર સુમન એ પહેલા તો ઇનકાર કર્યો, પણ જ્યારે તેમણે માધુરીને જોઈ, તો કહ્યું “ખૂબસૂરત છે, દોડતો દોડતો કામ કરીશ.” ‘માનવ હત્યા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન શેખર અને માધુરી બંને મુંબઈમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. શેખર સુમન પોતાની બાઈકથી માધુરીને પિક કરવા જતા અને શૂટિંગ પછી ઘરે છોડતા. બંને તે સમયે ઇન્ડસ્ટ્રીમાં નવા હતા અને આ મિત્રતા ખાસ રહી.


માધુરી દીક્ષિતે ‘અબોધ’થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ‘તેજાબ’, ‘દિલ’, ‘હમ આપકે હૈ કૌન’ જેવી સુપરહિટ ફિલ્મો આપી. તેમની સુંદરતા અને અભિનયથી તેઓ આજે પણ ચાહકોના દિલમાં રાજ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version