Site icon News Continuous Bureau | Mumbai

Bastian Bandra To Shut Down: બંધ થઇ રહી છે શિલ્પા શેટ્ટી બાસ્ટિયન રેસ્ટોરન્ટ, ઇન્સ્ટાગ્રામ પર લખ્યો ભાવુક સંદેશ, આ દિવસે પીરસવામાં આવશે છેલ્લી ડીશ

Bastian Bandra To Shut Down: શિલ્પા શેટ્ટી ની બહુ ચર્ચિત રેસ્ટોરન્ટ બાસ્ટિયન બંધ થવા જઈ રહી છે. અભિનેત્રી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક સંદેશ શેર કર્યો છે.

Shilpa Shetty Iconic Restaurant Bastion to Shut Down Amid ₹60 Crore Fraud Allegations

Shilpa Shetty Iconic Restaurant Bastion to Shut Down Amid ₹60 Crore Fraud Allegations

News Continuous Bureau | Mumbai

 Bastian Bandra To Shut Down: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની લોકપ્રિય રેસ્ટોરન્ટ “બાસ્ટિયન બાંદ્રા” (Bastian Bandra) હવે બંધ થવાની છે. શિલ્પાએ લખ્યું કે ગુરુવાર એ રેસ્ટોરન્ટનો છેલ્લો દિવસ હશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે શિલ્પા અને તેના પતિ રાજ કુન્દ્રાપર60.4 કરોડની ઠગાઈનો આરોપ લાગ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hema Malini: કરોડો માં ફ્લેટ વેચ્યા બાદ હેમા માલિની એ ખરીદી લક્ઝરી કાર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

શિલ્પાની ભાવુક પોસ્ટ: એક યુગનો અંત

શિલ્પાએ લખ્યું, “આ ગુરુવારે એક યુગનો અંત આવી રહ્યો છે. બાસ્ટિયન બાંદ્રા, એક એવી જગ્યા જેણે અમને અનગિનત યાદો અને શહેરની નાઈટલાઈફને આકાર આપ્યો, હવે વિદાય લે છે.” તેણે જણાવ્યું કે તેઓ સ્ટાફ સાથે એક ખાસ સાંજ ઉજવશે.શિલ્પા શેટ્ટી માત્ર અભિનેત્રી નહીં પણ એક સફળ ઉદ્યોગપતિ પણ છે. Bastian ઉપરાંત તેઓએ ફિટનેસ, વેલનેસ અને ફૂડ બ્રાન્ડ્સમાં પણ રોકાણ કર્યું છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અને રાજ કુન્દ્રા કાયદાકીય વિવાદોમાં ઘેરાયા છે.


મુંબઈના બિઝનેસમેન  એ શિલ્પા અને રાજ વિરુદ્ધ ઈકોનોમિક ઑફેન્સ વિંગ (EOW)માં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે 2015થી 2023 વચ્ચે તેમણે “બેસ્ટ ડીલ પ્રાઈવેટ લિમિટેડ”માં રોકાણ કર્યું હતું, જે પૈસા શિલ્પા અને રાજે અંગત ઉપયોગમાં લીધા. શિલ્પાના વકીલે આ આરોપોનો ઇનકાર કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version