Site icon News Continuous Bureau | Mumbai

Shilpa shetty: શિલ્પા શેટ્ટી ની રેસ્ટોરન્ટ માં જવું એક વ્યક્તિ ને પડ્યું ભારે, કસ્ટમર ને લાગ્યો લાખોનો ચૂનો, જાણો શું છે સમગ્ર મામલો

Shilpa shetty: શિલ્પા શેટ્ટી ની મુંબઈ સ્થિત રેસ્ટોરન્ટ બાસ્તિયન ને લઈને એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ રિપોર્ટ મુજબ આ રેસ્ટોરન્ટ માં આવેલા કસ્ટમર ની ગાડી ની ચોરી થઇ ગઈ છે.

shilpa shetty restaurant bastian robbery customer bmw car stolen

shilpa shetty restaurant bastian robbery customer bmw car stolen

News Continuous Bureau | Mumbai

Shilpa shetty: શિલ્પા શેટ્ટી એક અભિનેત્રી હોવા ઉપરાંત એક બિઝનેસવુમન પણ છે. શિલ્પા શેટ્ટી બાસ્તિયન નામની રેસ્ટોરન્ટ ચલાવે છે, જે બોલિવૂડ સ્ટાર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે શિલ્પા શેટ્ટી અને આ રેસ્ટોરન્ટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાંથી એક ગ્રાહક ની લાખોની કિંમતની કાર ચોરાઈ જતાં સમગ્ર રેસ્ટોરન્ટમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raveena Tandon birthday: માત્ર 17 વર્ષ ની ઉંમર માં પોતાની ફિલ્મી કરિયર ની શરૂઆત કરનાર રવીના ટંડન આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

શિલ્પા શેટ્ટી ની રેસ્ટોરન્ટ ના ગ્રાહક ની ગાડી ની થઇ ચોરી 

શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલી ગાડી બિઝનેસમેન રૂહાનની છે. રૂહાન 27 ઓક્ટોબરે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. આ દરમિયાન તેના કેટલાક મિત્રો પણ તેની સાથે હતા. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રુહાન પોતાની BMW કાર વેલેટ ને આપતો જોવા મળે છે, ત્યારબાદ તેની કાર બેઝમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે. આ પછી, રુહાન એ તેના મિત્રો સાથે મળીને રેસ્ટોરન્ટમાં સવારે લગભગ 4 વાગ્યા સુધી પાર્ટી કરી. બીજી તરફ ચોર હેકિંગની મદદથી કાર ખોલીને કાર લઈને ફરાર થઈ ગયો હતો.


રિપોર્ટ મુજબ રુહાને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં તેની કારની ચોરીની ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version