Site icon News Continuous Bureau | Mumbai

Shiny doshi:ટીવી અભિનેત્રી શાઈની દોશી એ કર્યો તેના પિતા ને લઈને ચોંકવનારો ખુલાસો, અભિનેત્રી ની સપોર્ટ સિસ્ટમ બની ઘર ની આ વ્યક્તિ

Shiny doshi: ટેલિવિઝન અભિનેત્રી શાઇની દોશી એ તેના પિતા સાથેના સંબંધ વિશે મોટો ખુલાસો કર્યો છે.

shiny doshi says father do not want her to become actress

shiny doshi says father do not want her to become actress

News Continuous Bureau | Mumbai

Shiny doshi: ટેલિવિઝન અભિનેત્રી શાઇની દોશી, જેને ‘પાંડ્યા સ્ટોર’ અને ‘સરસ્વતીચંદ્ર’ માં તેની ભૂમિકાઓ માટે ઓળખવામાં આવે છે, તેણે તાજેતરમાં તેના પિતા સાથેના સંબંધ વિશે વાત કરી છે. શાઇની દોશી એ એક પોડકાસ્ટ માં જણાવ્યું કે કેવી રીતે 16 વર્ષની ઉંમરે અમદાવાદમાં મોડી રાત્રે પ્રિન્ટ શૂટના કારણે તેના પિતાએ તેને ‘વેશ્યા’ કહીને અપમાનિત કરી હતી 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Rupali Ganguly: ફવાદ ખાન પર ટીવી ની અનુપમા એ કર્યો આક્રમક પ્રહાર, અભિનેતા ને ખરી ખોટી સંભળાવતી જોવા મળી રૂપાલી ગાંગુલી

માતાએ શાઇનીનો સપોર્ટ કર્યો

શાઇની દોશી એ જણાવ્યું કે તેની માતાએ હંમેશા અભિનેત્રી બનવાના તેના સપનાનું સમર્થન કર્યું, ભલે તે પોતે ડોક્ટર બનવાનું સપનું જોતી હતી. શાઇની ના મતે તેના કરિયરની શરૂઆતમાં પરિવારના ઘણા લોકો એક્ટિંગના વ્યવસાયને અપનાવવા માટે તેનો મજાક ઉડાવતા હતા. જોકે ‘સરસ્વતીચંદ્ર’ હિટ થયા પછી જ આ બદલાયું.


જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેના પિતા ક્યારેય તેના માટે ઊભા રહ્યા, તો શાઇની રડી પડી અને જણાવ્યું કે તેના પિતા તેને ‘વેશ્યા’ કહેતા હતા. શાઇનીએ જણાવ્યું ‘મારી પ્રિન્ટ શૂટિંગ અમદાવાદમાં ઘણી મોડી સુધી ચાલતી હતી. ક્યારેક 2 અથવા 3 વાગ્યે રાત્રે પેક-અપ થતું હતું. મમ્મા દરેક શૂટમાં મારા સાથે હોતાં, ત્યારે હું માત્ર 16 વર્ષની હતી. અને જ્યારે અમે ઘરે આવતાં, ત્યારે એવું નહોતું કે તેઓ પૂછતાં, ‘તમે ઠીક છો? સુરક્ષિત છો?’ તેઓ ખરાબ શબ્દો બોલતાં. જેમ કે, ‘રાત્રે 3 વાગ્યા સુધી દીકરીને લઈ જઈ રહ્યા છો? ધંધા કરાવવા લઈ જઈ રહ્યા છો શું?’ તેમની ભાષા ખૂબ ખરાબ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version