Site icon News Continuous Bureau | Mumbai

રાધિકા મર્ચન્ટની આરંગેત્રમમાં શ્લોકા મહેતાની સાદગી એ જીતી લીધું લોકોનું દિલ-ફોટોગ્રાફી માં સસરા મુકેશ અંબાણી એ આ રીતે કરી પુત્રવધુ ની મદદ

News Continuous Bureau | Mumbai

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani)સૌથી નાના પુત્ર અનંતની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટનો 5 જૂન, 2022ના રોજ આરંગેત્રમ સમારોહ(Radhika Merchant aarangetram) રાખવામાં આવ્યો હતો. આ સમારોહ મુંબઈના(Mumbai) Jio વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો . આ સમારોહ દરમિયાન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા એ પોતાની સાદગી થી લોકોનું દિલ જીતી લીધું હતું.

Join Our WhatsApp Channel

રાધિકા મર્ચન્ટનાં બિગ ડેને સેલિબ્રેટ કરવા માટે શ્લોકા મહેતાએ (Shloka Mehta)પણ સારી તૈયારી કરી હતી. તેણે પોતાને એટલી સુંદર રીતે સ્ટાઇલ કરી હતી કે ત્યાં આવેલા મહેમાનો પણ તેની સામે ફિકા પડ્યા હતા.

અંબાણી પરિવારના આ ખાસ ફંક્શનમાં શ્લોકા મહેતાએ ગુલાબી રંગની બનારસી સાડી(Banarasi sadi) પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ શીશપટ્ટી અને મોટી ઇયરિંગ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. તેણે ઝાકળના ચમકદાર મેકઅપથી તેને વધુ સુંદર બનાવ્યો. આ પ્રસંગે તે તેના પુત્ર પૃથ્વી(Prithvi) સાથે જોવા મળી હતી. મા-દીકરાની આ તસવીરે ચાહકોનું દિલ જીતી લીધું.

કાર્યક્રમ દરમિયાન સૌથી રસપ્રદ મૂવમેન્ટ એ હતી, જ્યારે પાપારાઝી માટે પોઝ આપતા સમયે મુકેશ અંબાણીએ પોતાના(Mukesh Ambani) પૌત્રને ઉચક્યો હતો, જેથી શ્લોકાનો લૂક પણ બિલકુલ ખરાબ ના લાગે. આ એક એવી તક હતી જેમાં ફેશન ગોલ્સની સાથે સાથે ફેમિલી ગોલ્સ આપતો પણ દેખાઇ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન- વીડિયો શેર કરી આપી આવી પ્રતિક્રિયા

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version