News Continuous Bureau | Mumbai
Shoaib Akhtar Abhishek Bachchan: એશિયા કપ 2025ના ફાઈનલ પહેલા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર લાઈવ ટીવી શો “Game On Hai” દરમિયાન ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા ને બદલે બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન નું નામ લઈ બેઠા. તેમણે કહ્યું, “જો પાકિસ્તાન અભિષેક બચ્ચનને વહેલા આઉટ કરે તો ભારતના મિડલ ઓર્ડર પર અસર પડશે.” આ વાત સાંભળીને પેનલ પર બેઠેલા લોકો હસી પડ્યા અને તરત જ તેમને સુધારવામાં આવ્યા.
આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3 OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે આ ઓટિટિ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને અર્શદ ની ફિલ્મ
અભિષેક બચ્ચનનો જવાબ
આ ક્લિપ વાયરલ થતાં જ અભિષેક બચ્ચનએ X (Twitter) પર મજેદાર રીતે જવાબ આપ્યો: “સાહેબ, પૂરા આદર સાથે… મને નથી લાગતું કે તેઓ (પાકિસ્તાની ટીમ) એવું કરી શકે. અને હું ક્રિકેટ રમવામાં પણ સારો નથી.” આ જવાબે ફેન્સને હસાવ્યા અને સોશિયલ મીડિયા પર મીમ્સ અને જોક્સની ભરમાર થઈ ગઈ. એક યુઝરે લખ્યું, “શોએબ એશિયા કપ માટે નહીં, ફિલ્મફેર માટે તૈયારી કરી રહ્યા છે.” બીજાએ લખ્યું, “અભિષેક બચ્ચન પાકિસ્તાનને કૂક કરી રહ્યો છે.” ત્રીજાએ મજાકમાં કહ્યું, “સાહેબ, 28 સપ્ટેમ્બરે ઘરની બહાર ન જજો, પાકિસ્તાનની પ્લાનિંગ બગાડી દો.” આ હાસ્યાસ્પદ ઘટના એશિયા કપના તણાવભર્યા માહોલમાં હળવી મજા લઇ આવી.
Sir, with all due respect… don’t think they’ll even manage that! And I’m not even good at playing cricket. 🙏🏽 https://t.co/kTy2FgB10j
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) September 26, 2025
અભિષેક બચ્ચન હાલમાં પોલેન્ડમાં શાહરુખ ખાન સાથે ફિલ્મ “કિંગ” ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે અને ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે. તેનો લૂક પણ સોશિયલ મીડિયા પર લીક થયો હતો જેમાં તે હાફ હેરકટ અને સોલ્ટ-એન્ડ-પેપર લુકમાં જોવા મળ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)