Sholay – The Final Cut: ‘શોલે ધ ફાઈનલ કટ’ ને કેવો મળ્યો પ્રતિસાદ? જાણો ‘ધુરંધર’ ના તોફાન સામે ફિલ્મે કેટલો કર્યો વકરો!

Sholay - The Final Cut: ૫૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'શોલે' ને 4K રિસ્ટોરેશન અને ઓરિજિનલ ક્લાઇમેક્સ સાથે 'શોલે ધ ફાઇનલ કટ' તરીકે ફરીથી રિલીઝ કરવામાં આવી છે.

Sholay - The Final Cut: 'Sholay The Final Cut' Pass or Fail Collection Compared to 'Dhurandhar'

Sholay - The Final Cut: 'Sholay The Final Cut' Pass or Fail Collection Compared to 'Dhurandhar'

News Continuous Bureau | Mumbai

Sholay – The Final Cut: ફિલ્મ ‘શોલે’ ની રી-રિલીઝની જાહેરાત થઈ ત્યારે દર્શકો ઉત્સાહિત થઈ ગયા હતા. આ ફિલ્મ 4K રિસ્ટોરેશન અને ઓરિજિનલ એન્ડિંગ સાથે રજૂ કરવામાં આવી છે. મૂળ રિલીઝના સમયે ફિલ્મમાંથી ડિલીટ કરાયેલા સીન્સ પણ રી-રિલીઝમાં જોવા મળશે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તો તેણે પહેલા દિવસે કેવું પ્રદર્શન કર્યું છે તે જાણો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ માં થશે મોટો બદલાવ, આ બે જુના પાત્રો ની થશે એન્ટ્રી!

પહેલા દિવસનું કલેક્શન

ફિલ્મ ‘શોલે’ પહેલીવાર ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ ના રોજ રિલીઝ થઈ હતી અને આ વર્ષે તેણે તેની રિલીઝના ૫૦ વર્ષ પૂરા કર્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ, રી-રિલીઝ થયેલા સંસ્કરણે ઓપનિંગ ડે પર ૨૭ લાખ ની કમાણી કરી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘શોલે ધ ફાઇનલ કટ’ લગભગ ૨.૫ કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. આ હિસાબે ફિલ્મે પહેલા દિવસે બજેટની સરખામણીમાં દસ ટકાથી વધુ કમાણી કરી છે.


ફિલ્મનો જે ક્રેઝ જોવા મળે છે, તે હિસાબે રી-રિલીઝમાં પહેલા દિવસનો કારોબાર થોડો ધીમો છે.આનું એક કારણ સિનેમાઘરોમાં ચાલી રહેલી રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ નો ક્રેઝ હોઈ શકે છે, જે હાલમાં સારો બિઝનેસ કરી રહી છે.બીજું, તે જ દિવસે કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું ૨’ પણ રિલીઝ થઈ છે, જેના કારણે ‘શોલે’ ના કલેક્શન પર અસર જોવા મળી છે.મૂળ ફિલ્મની રિલીઝ વખતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા અસલી ક્લાઇમેક્સ સીનને હિંસક ગણાવીને હટાવી દેવામાં આવ્યો હતો.જોકે, રી-રિલીઝના સમયે દર્શકોને આ ઓરિજિનલ ક્લાઇમેક્સ સીન જોવા મળશે.આ વર્ષે રમેશ સિપ્પીના ફિલ્મી કરિયરને પણ ૫૦ વર્ષ પૂરા થયા છે, જેને નિર્માતાઓએ આ ફિલ્મની રી-રિલીઝ દ્વારા ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન
Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?
Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી
Aashram Season 4: બાબા નિરાલા પાછો આવી રહ્યો છે! ‘આશ્રમ 4’ કન્ફર્મ, ક્યારે શરૂ થશે શૂટિંગ? જાણો તમામ વિગતો
Exit mobile version