Site icon

Sholay Original Ending: શોલે ફિલ્મનો મૂળ અંત હવે આવશે સામે: ઠાકુર કરશે ગબ્બરનો અંત, સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં થશે પ્રીમિયર

50 વર્ષ પછી શોલે ફિલ્મ નું ઓરિજિનલ વર્ઝન 4K રિસ્ટોરેશન સાથે સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે, જેમાં ઠાકુર ગબ્બર ને મારી નાખે છે

Sholay Original Ending શોલે ફિલ્મનો મૂળ અંત હવે આવશે સામે ઠાકુર કરશે ગબ્બરનો અંત,

Sholay Original Ending શોલે ફિલ્મનો મૂળ અંત હવે આવશે સામે ઠાકુર કરશે ગબ્બરનો અંત,

News Continuous Bureau | Mumbai
Sholay Original Ending ભારતીય સિનેમાની સૌથી આઇકોનિક ફિલ્મોમાંથી એક શોલે હવે ફરીથી ચર્ચામાં છે. ફિલ્મના મૂળ અંત — જેમાં ઠાકુર ગબ્બર સિંહ ને મારી નાખે છે — હવે 50 વર્ષ પછી Indian Film Festival of Sydney (IFFS) માં રજૂ થવાનો છે. આ વર્ઝન ડિરેક્ટર રમેશ સિપ્પી ની મૂળ કલ્પનાને દર્શાવે છે, જે ડિસ્ટ્રિબ્યુટર્સના દબાણ હેઠળ બદલવામાં આવ્યો હતો.

4K રિસ્ટોરેશન સાથે આવશે શોલેનો ઓરિજિનલ વર્ઝન

Film Heritage Foundation અને Sippy Films દ્વારા શોલેને 4K ફોર્મેટમાં રિસ્ટોર કરવામાં આવી છે. લંડનમાં મળેલી રેર કલર રિવર્સલ પ્રિન્ટ અને મુંબઈના વેરહાઉસમાંથી મળેલા ઓરિજિનલ કેમેરા નેગેટિવ્સ અને ડિલીટેડ સીનના આધારે આ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ ફરીથી તેના 70mm ગૌરવ સાથે રજૂ થશે.

Join Our WhatsApp Community

ફેસ્ટિવલ ડિરેક્ટરનું નિવેદન

IFFS ની ડિરેક્ટર મિતુ ભોમિક લેંગે એ જણાવ્યું કે, “શોલે માત્ર ફિલ્મ નથી, એ ભારતીય કહાની અને સંસ્કૃતિનો ભાગ છે. મૂળ અંત દર્શાવવો એ ડિરેક્ટરની અસલ દ્રષ્ટિને ફરીથી જીવંત કરવાનું છે. 50 વર્ષ પછી આ વર્ઝન દર્શકો માટે એક ઐતિહાસિક અનુભવ હશે.”

આ સમાચાર પણ વાંચો : Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?

શોલે: એક કરી વેસ્ટર્ન ક્લાસિક

ફિલ્મમાં અમિતાભ બચ્ચન , ધર્મેન્દ્ર, હેમા માલિની , જયા બચ્ચન, સંજિવ કુમાર અને અમજદ ખાન જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મે દાયકાઓ સુધી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મનો રેકોર્ડ જાળવ્યો હતો.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version