ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરોને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર શ્રદ્ધાએ તેની ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
શ્રદ્ધા કપૂર તેની ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તે બોલ્ડ લૂકમાં જોવા મળે છે ત્યારે તેના ચાહકો પ્રભાવિત થઈ જાય છે. જોકે, ગ્લેમરસ લુકમાં પણ શ્રદ્ધાની સ્ટાઇલ ભવ્ય લાગે છે.
આ તસવીરોમાં શ્રદ્ધા કપૂર બ્લુ કલરના સ્વિમસૂટમાં સુંદર લાગી રહી છે.
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરે પોતાની મહેનત અને સુંદરતાને કારણે આજે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે.
શ્રદ્ધા કપૂર તેની સુંદરતા અને ક્યૂટનેસ માટે જાણીતી છે. શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલથી દિવાના છે.
