News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અને સાઉથ ફિલ્મ અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ (Shreya Dhanvantari)હાલમાં જ પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા (Social media)પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં, અભિનેત્રી બ્લેક કલરના પારદર્શક મોનોકીની ટોપમાં તેના કિલર લુક્સ ફેલાવતી જોવા મળે છે. અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો દરેકનું ધ્યાન ખેંચી રહી છે.
નાગા ચૈતન્યની ફિલ્મ ‘જોશ’(Josh)થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સાઉથ ફિલ્મ અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ તાજેતરમાં જ તેના બ્લેક મોનોકીની ટોપમાં ઇન્સ્ટાગ્રામ(Instagram) પર સિઝલિંગ ફોટા શેર કર્યા છે.
આ લેટેસ્ટ ફોટોશૂટ માં અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપ(Black monokini top) સાથે બ્લુ જીન્સ પહેર્યું છે. અભિનેત્રી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
આ લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી શ્રેયા ધનવંત્રી સોફા પર સુઈ ને આરામથી પોઝ(pose) આપતી જોવા મળી રહી છે. આ તસવીરે ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.
શ્રેયા ધનવન્તરી વેબ સિરીઝ સ્કેમ 1992માં(Scam 1992) પણ જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ પત્રકાર સુચેતા દલાલની ભૂમિકા ભજવી હતી.
આ સમાચાર પણ વાંચો : રુબીના દિલાઈકે ગુલાબી આઉટફિટમાં બતાવ્યો તેનો ગ્લેમરસ લૂક-તેની આ અદાઓ પર છકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ