News Continuous Bureau | Mumbai
Shreya Ghoshal: ગૌહાટીના ACA બરસાપારા સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ કપની ભવ્ય શરૂઆત થઈ, જેમાં બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ એ આસામના લોકપ્રિય અને દિવંગત ગાયક ઝુબિન ગર્ગ ને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી. ભારત-શ્રીલંકા મેચના બ્રેક દરમિયાન શ્રેયાએ 13 મિનિટ સુધી ઝુબિનના હિટ ગીતો ગાયા અને સ્ટેડિયમમાં બેઠેલા 25,000થી વધુ દર્શકોને ભાવુક કરી દીધા.
આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
‘માયાબિની રાતિર બુકૂટ’થી સમાપ્ત થયો કાર્યક્રમ
શ્રેયાએ ઝુબિન ગર્ગનું લોકપ્રિય ગીત ‘માયાબિની રાતિર બુકૂટ’ ગાયું, જે ઝુબિન દાની ઈચ્છા મુજબ તેમના અવસાન પછી ફેન્સ દ્વારા ગવાયું. સ્ટેડિયમ ‘જય ઝુબિન દા’ના નારાઓથી ગુંજી ઉઠ્યું. ફેન્સે બેનર્સ લહેરાવ્યા અને આંખોમાં આંસુ સાથે શ્રદ્ધાંજલિ આપી.અસમ ક્રિકેટ એસોસિએશને ઓપનિંગ સેરેમનીને ઝુબિન ગર્ગને સમર્પિત રાખી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, “આ મેચ દુઃખ અને ઉત્સવ વચ્ચેનું સંયોજન છે – ઝુબિન દા માટે શોક અને દુર્ગા પૂજાનો ઉત્સવ.” ફેન્સ માટે 10,000 મફત પાસ અને 5,000 ખાસ ટિકિટ ફાળવવામાં આવી હતી.
Mayabini ♥️✨️
Shreya Ghoshal paid a musical tribute to Zubeen Garg with ‘Mayabini’ at opening ceremony of ICC Women’s World Cup 2025 in Guwahati on September 30.
🎥 @assamcric #Guwahati #Assam #ZubeenGarg #Mayabini #ShreyaGhoshal pic.twitter.com/SE1GECpMgq
— GPlus (@guwahatiplus) September 30, 2025
એક 23 વર્ષીય હોટેલ મેનેજમેન્ટ વિદ્યાર્થીએ કહ્યું, “ઝુબિન દા અમારા હંમેશા માટે આઈકન રહેશે. ભલે ભુપેન હઝારિકાને ન જોયા હોય, પણ ઝુબિન દા અમારા જેવા જ હતા.” શ્રેયાના અવાજમાં તેમના ગીતો સાંભળીને સ્ટેડિયમમાં બેઠેલા અનેક લોકો ભાવુક થઈ ગયા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)