Site icon News Continuous Bureau | Mumbai

Shreya Ghoshal: શ્રેયાના અવાજ થી ગુંજી ઉઠ્યું ગૌહાટી સ્ટેડિયમ, ઝુબિન ગર્ગ ને આપી સંગીતમય શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો

Shreya Ghoshal: ઝુબિન ગર્ગના અવસાન બાદ પ્રથમ વખત જાહેર મંચ પર શ્રેયા ઘોષાલે તેમના ગીતો સાથે શ્રદ્ધાંજલિ આપી, 25,000 દર્શકો થયા ભાવુક

Shreya Ghoshal pays heartfelt tribute to Zubeen Garg at Women’s World Cup

Shreya Ghoshal pays heartfelt tribute to Zubeen Garg at Women’s World Cup

News Continuous Bureau | Mumbai

Shreya Ghoshal: ગૌહાટીના ACA બરસાપારા સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ કપની ભવ્ય શરૂઆત થઈ, જેમાં બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ એ આસામના લોકપ્રિય અને દિવંગત ગાયક ઝુબિન ગર્ગ ને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી. ભારત-શ્રીલંકા મેચના બ્રેક દરમિયાન શ્રેયાએ 13 મિનિટ સુધી ઝુબિનના હિટ ગીતો ગાયા અને સ્ટેડિયમમાં બેઠેલા 25,000થી વધુ દર્શકોને ભાવુક કરી દીધા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર

‘માયાબિની રાતિર બુકૂટ’થી સમાપ્ત થયો કાર્યક્રમ

શ્રેયાએ ઝુબિન ગર્ગનું લોકપ્રિય ગીત ‘માયાબિની રાતિર બુકૂટ’  ગાયું, જે ઝુબિન દાની ઈચ્છા મુજબ તેમના અવસાન પછી ફેન્સ દ્વારા ગવાયું. સ્ટેડિયમ ‘જય ઝુબિન દા’ના નારાઓથી ગુંજી ઉઠ્યું. ફેન્સે બેનર્સ લહેરાવ્યા અને આંખોમાં આંસુ સાથે શ્રદ્ધાંજલિ આપી.અસમ ક્રિકેટ એસોસિએશને ઓપનિંગ સેરેમનીને ઝુબિન ગર્ગને સમર્પિત રાખી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, “આ મેચ દુઃખ અને ઉત્સવ વચ્ચેનું સંયોજન છે – ઝુબિન દા માટે શોક અને દુર્ગા પૂજાનો ઉત્સવ.” ફેન્સ માટે 10,000 મફત પાસ અને 5,000 ખાસ ટિકિટ ફાળવવામાં આવી હતી.


એક 23 વર્ષીય હોટેલ મેનેજમેન્ટ વિદ્યાર્થીએ કહ્યું, “ઝુબિન દા અમારા હંમેશા માટે આઈકન રહેશે. ભલે ભુપેન હઝારિકાને ન જોયા હોય, પણ ઝુબિન દા અમારા જેવા જ હતા.” શ્રેયાના અવાજમાં તેમના ગીતો સાંભળીને સ્ટેડિયમમાં બેઠેલા અનેક લોકો ભાવુક થઈ ગયા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version