Site icon News Continuous Bureau | Mumbai

Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ

Shreya Ghoshal Tribute to Asha Bhosle:આશા તાઈના નિધન પર શ્રેયાએ લંડન કોન્સર્ટમાં ગાયા આઈકોનિક ગીતો; સ્ટેજ પર ડિસ્પ્લેમાં દિગ્ગજ ગાયિકાની તસવીરો જોઈ હજારોની મેદનીએ પાઠવ્યા નમન

hreya Ghoshal’s emotional tribute to Asha Bhosle: Iconic songs echo in London concert as fans get teary-eyed

hreya Ghoshal’s emotional tribute to Asha Bhosle: Iconic songs echo in London concert as fans get teary-eyed

News Continuous Bureau | Mumbai

Shreya Ghoshal Tribute to Asha Bhosle:ભારતીય સંગીત જગતના બેતાજ બાદશાહ આશા ભોંસલેના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ૯૨ વર્ષની વયે આશા તાઈએ દુનિયાને અલવિદા કહ્યું છે. આ દુખદ સમાચાર વચ્ચે, લોકપ્રિય ગાયિકા શ્રેયા ઘોષાલે લંડનમાં પોતાના લાઈવ કોન્સર્ટ દરમિયાન આશા ભોંસલેને અત્યંત ભાવુક શ્રદ્ધાંજલિ અર્પી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.લંડનના ભવ્ય સ્ટેજ પર શ્રેયાએ જ્યારે આશા તાઈના સદાબહાર ગીતો છેડ્યા, ત્યારે ત્યાં હાજર હજારો સંગીતપ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શ્રેયાના અવાજમાં આ ગીતો સાંભળીને ઘણા ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Asha Bhosle’s Last Rites: સૂરોની રાણીને અંતિમ વિદાય: મહારાષ્ટ્ર સરકાર આશા તાઈના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરશે

‘અભી ના જાઓ છોડકર’ અને ‘દો લફ્ઝોં કી હૈ’

પોતાના લાઈવ પરફોર્મન્સ દરમિયાન શ્રેયાએ આશા ભોંસલેના સૌથી વધુ લોકપ્રિય ગીતો પસંદ કર્યા હતા.શ્રેયાએ ‘અભી ના જાઓ છોડકર…’ અને ‘દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની’ જેવા ક્લાસિક ગીતો ગાયા હતા.જ્યારે શ્રેયા સ્ટેજ પર ગાતી હતી, ત્યારે પાછળ મોટી સ્ક્રીન પર આશા ભોંસલેની તસવીરો અને તેમની સંગીત યાત્રાની યાદો પ્રદર્શિત કરવામાં આવી હતી.


શ્રેયા ઘોષાલનો આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ ભાવુક થયા છે. યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે લતા મંગેશકર અને આશા ભોંસલેના ગીતો સાથે જો કોઈ ગાયિકા અત્યારે ન્યાય કરી શકતી હોય, તો તે માત્ર શ્રેયા જ છે. એક યુઝરે લખ્યું, “શ્રેયાની ગાયકીમાં આશા તાઈની ઝલક જોવા મળે છે.” લંડન કોન્સર્ટ પહેલા પણ શ્રેયા ઘોષાલે ઈન્સ્ટાગ્રામ પર આશા તાઈ સાથેની તસવીર શેર કરીને એક લાંબી અને હૃદયસ્પર્શી નોટ લખી હતી. શ્રેયાએ જણાવ્યું હતું કે, સંગીત જગત માટે આ એક ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. આશા ભોંસલેએ ૭ દાયકા સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે અને તેમની ગાયકીની શૈલી આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version