Site icon

‘ઓમ શાંતિ ઓમ’ના શૂટિંગ દરમિયાન કિંગ ખાનના આ કૃત્ય પર ફરાહ ખાન થઈ ગઈ હતી ગુસ્સે

4 વર્ષ બાદ પઠાણ તરીકે પરત ફરેલા શાહરૂખ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે જ અસલી કિંગ ખાન છે. ફિલ્મ પઠાણની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ છે. ફિલ્મમાં દીપિકા અને કિંગ કાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે આ પહેલા બંને 'ઓમ શાંતિ ઓમ'માં જોવા મળી ચૂક્યા છે. આ ફિલ્મથી દીપિકા પાદુકોણનું નસીબ પણ ચમક્યું, હવે ફરી એકવાર બંને સાથે આવ્યા છે

shreyas talpade reveals story from blockbuster film om shanti om

'ઓમ શાંતિ ઓમ'ના શૂટિંગ દરમિયાન કિંગ ખાનના આ કૃત્ય પર ફરાહ ખાન થઈ ગઈ હતી ગુસ્સે

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’એ સાબિત કરી દીધું છે કે શાહરૂખનો ચાર્મ હજુ પણ ચાલુ છે. આ ફિલ્મમાં દીપિકા અને શાહરૂખ ખાનની જોડીએ અજાયબીઓ કરી હતી. જો કે આ પહેલા શાહરૂખ ખાને દીપિકા સાથે ઓમ શાંતિ ઓમમાં કામ કર્યું હતું. આ ફિલ્મ ફરાહ ખાને ડિરેક્ટ કરી હતી. ફરાહ ખાન અને અભિનેતા શાહરૂખ ખાનની મિત્રતા કોઈનાથી છુપી નથી. જો કે, એક સમય એવો હતો જ્યારે કિંગ ખાનની હરકતોથી ફરાહ ગુસ્સા માં લાલચોળ થઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

 

 શ્રેયસ તલપડે એ કર્યો ખુલાસો 

આ વાતનો ખુલાસો તાજેતરમાં શ્રેયસ તલપડે એ કર્યો હતો. અભિનેતાએ જણાવ્યું હતું કે ફરાહે કહ્યું હતું કે બધાએ સાંજે 7 વાગ્યે શૂટિંગ સ્થળ પર પહુંચી જવાનું છે. વહેલો ફોન કર્યા પછી પણ શાહરૂખ ખાન તે દિવસે રાત્રે 8.30 વાગ્યે સેટ પર પહોંચ્યો હતો. દિગ્દર્શક ફરાહ ખાન તે સમયે ગુસ્સે થઈ ગઈ હતી કારણ કે તે સીનને ઝડપથી શૂટ કરીને તેને પૂર્ણ કરવા માંગતી હતી.અભિનેતાએ કહ્યું કે તેને બીજા પ્રોજેક્ટના શૂટિંગ માટે બપોરે 2 વાગ્યે બેંગકોક જવાનું હતું. આવી સ્થિતિમાં તે ટેન્શનમાં હતી કે શ્રેયસને 2 વાગ્યા સુધીમાં એરપોર્ટ પહોંચવાનું છે, પરંતુ શાહરૂખ મોડો પહુચ્યો. ફરાહે કહ્યું, તમે હંમેશા મોડા આવો છો, હવે આ શૂટ કેવી રીતે પૂરું કરીશું.

 

વહેલું શૂટિંગ કર્યું પૂરું 

તેણે આગળ કહ્યું કે ફરાહને ગુસ્સે થતી જોઈને શાહરૂખ ખાને તેને સાંત્વના આપી અને કહ્યું કે ચિંતા ન કરો, અમે શૂટિંગ પૂર્ણ કરીશું. તે દિવસે શાહરૂખ તેના મેક-અપ રૂમમાં પણ ગયો ન હતો અને આખું શૂટ આ જ રીતે પૂરું કર્યું અને સીન 2ને બદલે 1:30માં પૂરો થયો.તમને જણાવી દઈએ કે ‘ઓમ શાંતિ ઓમ’ ફરાહ ખાનની ડિરેક્ટર તરીકે ની પહેલી ફિલ્મ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ગર્ભવતી હતી.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version