Site icon News Continuous Bureau | Mumbai

શું સારા અલી ખાન ને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ-ક્રિકેટરે વાત વાતમાં કર્યો મોટો ખુલાસો

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood actress) સારા અલી ખાન (Sara Ali Khan) અને ક્રિકેટર શુભમન ગિલના અફેરને (Shubman gill) લઈને ઘણા દિવસોથી ખબરો આવી રહી છે. બંનેની એક તસવીર પણ ઈન્ટરનેટ  પર વાયરલ થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલની એક વાતે ચાહકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.ક્રિકેટરે (cricketer) તેના અને સારા ના સંબંધ ને લઇ ને ના તો હા કહી છે કે ના ના કહ્યું છે જેના કારણે ચાહકો આ અફેર ના સમાચાર ને સાચા માનવા લાગ્યા છે.

Join Our WhatsApp Channel

એક પંજાબી ચેટ શો (Punjabi chat show) માં શુભમન ગિલને સારા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. પહેલા તેને ઈન્ડસ્ટ્રીની સૌથી યોગ્ય અભિનેત્રીનું નામ આપવાનું કહ્યું. જેના પર તેણે તરત જ સારાનું (Sara ali khan) નામ લીધું. આ પછી તેને પૂછવામાં આવ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે. આના પર ક્રિકેટરે કહ્યું, “કદાચ”. આ પછી શોની હોસ્ટે તેને કહ્યું કે, સારાનું આખું સત્ય કહો. આના પર શુભમન શરમાઈ ગયો અને કહ્યું, “સારા દા સારા સચ બોલ દિયા. કદાચ હા, કદાચ ના.” તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં સારા-શુભમન ગિલના અફેરના સમાચાર ફેલાઈ ગયા હતા, જ્યારે એક ફેન્સે બંનેને દિલ્હીની (Delhi) એક રેસ્ટોરન્ટમાં સાથે જોયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા (social media)પર ખૂબ જ વાયરલ થયો હતો.  હાલમાં જ બંને ફરી એક જ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. પછી બંનેએ સાથે ફ્લાઈટ (flight) પકડી.

આ સમાચાર પણ વાંચો: આફ્રિકાના પહાડોમાં મોતના મુખમાંથી બચી હતી તારક મહેતા ની આ અભિનેત્રી-એક્ટ્રેસે ખુદ જણાવી હતી પોતાની આપવીતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મમાં વિકી કૌશલ (vicky kaushal) સાથે જોવા મળશે. આ સિવાય તે વિક્રાંત મેસી સાથે ‘ગેસલાઈટ’માં પણ કામ કરી રહી છે. છેલ્લી વખત એ ફિલ્મ ‘અતરંગી રે’ (Atrangi re) જોવા મળી હતી. આમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ હતા. આનંદ એલ. રાયની આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

 

Ranabaali OTT Release આ પ્લેટફોર્મ પર જોવા મળશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો જાદુ, આજથી ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહી છે ‘રણબાલી’
Jayant Mukherjee Passed Away પ્રખ્યાત અભિનેત્રી મૌસમી ચેટર્જી પર તૂટ્યો દુઃખનો પહાડ, દીકરી બાદ હવે જીવનસાથીનો સાથ છૂટ્યો; જયંત મુખર્જીનું નિધન
Arvind Trivedi Ravana Audition Story 100 થી વધુ ઓડિશન બાદ ‘રામાયણ’ સીરિયલ માટે ફાઇનલ થયું હતું રાવણનું પાત્ર, કેવટના રોલ માટે ગયા હતા અરવિંદ ત્રિવેદી!
Awara Paagal Deewana Sequel 24 વર્ષ બાદ બનશે ‘આવારા પાગલ દીવાના’ ની સિક્વલ! અભિનેતા સુનીલ શેટ્ટીએ આપી મોટી હિન્ટ, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ?
Exit mobile version