Site icon

ચોરી પકડાઈ ગઈ! સચિન તેંડુલકર ની દીકરી ને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ, ક્રિકેટરે આપી હિન્ટ

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ તેના અફેર ને લઇ ને ઘણી વાર ચર્ચા માં રહે છે.શુભમન નું નામ સારા અલી ખાન સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ હવે ક્રિકેટરે વેલેન્ટાઈન ડે પર આવી એક પોસ્ટ કરી છે, જેનાથી યૂઝર્સ સારા તેંડુલર સાથે તેની ડેટિંગ વિશે અનુમાન લગાવી રહ્યા છે.

shubman gill dating sachin tendulkar daughter sara tendulkar cricketer give clue on instagram

ચોરી પકડાઈ ગઈ! સચિન તેંડુલકર ની દીકરી ને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ, ક્રિકેટરે આપી હિન્ટ

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ લાંબા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. અગાઉ શુભમન ગિલનું નામ સારા અલી ખાન સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ હવે ક્રિકેટર ની પોસ્ટ પર થી સ્પષ્ટ થઈ ગયું છે કે શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યો છે. હકીકતમાં, હાલમાં જ વેલેન્ટાઈન ડેના અવસર પર શુભમન ગીલે એક પોસ્ટ શેર કરી છે, જેના પછી તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડવામાં આવી રહ્યું છે. ક્રિકેટરે પોતાની પોસ્ટ દ્વારા ચાહકોને એક સંકેત આપ્યો છે કે તે સારા તેંડુલકર ને ડેટ કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

શુભમન ગિલ ની પોસ્ટ થઇ વાયરલ 

શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એક રેસ્ટોરન્ટ કે કેફેમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. તે હાથમાં કપ લઈને કંઈક પીતો જોવા મળે છે. પોતાનો આ ફોટો શેર કરતા શુભમને કેપ્શનમાં લખ્યું, ‘તો પછી આજે કયો દિવસ છે?’

સારા તેંડુલકર ની પોસ્ટ ખેંચ્યું ધ્યાન 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એટલે કે જુલાઈ 2021માં સારા તેંડુલકરે પણ એક ફોટો શેર કર્યો હતો. સારાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘હે સિરી, મારું ફૂડ ક્યાં છે?’ સારા અને શુભમનની આ તસવીરોનું બેકગ્રાઉન્ડ એકસરખું છે. હવે આ ફોટો સામે આવ્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની આ તસવીર એક જ દિવસની છે. લોકો આ ફોટા ને એક સાથે જોડી ને કોમેન્ટ કરી રહ્યા છે. 

સારા અલી ખાન સાથે જોડાયું હતું ક્રિકેટર નું નામ 

સારા અલી ખાન સાથે ભારતના ફાસ્ટ બેટ્સમેન શુભમન ગિલનું નામ પણ જોડવામાં આવ્યું છે. જ્યારે શુભમન ગિલે સદી ફટકારી ત્યારે ચાહકોએ ‘સારા-સારા’ બૂમો પાડી હતી. જ્યારે આના થોડા સમય પહેલા શુભમન ગિલ સોનમ બાજવા ના ટોક શોમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે સારા અલી ખાનને ડેટ કરવાના સવાલ પર કહ્યું હતું કે, કદાચ. આ પછી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી કોણ છે? તેથી તેણે સારા અલી ખાનનું નામ લીધું. અહીંથી જ સારા અલી ખાન સાથેના ડેટિંગના સમાચારો સામે આવવા લાગ્યા હતા, પરંતુ હવે બધાને ખબર પડી ગઈ છે કે શુભમન સારા અલી ખાનને નહીં પરંતુ સારા તેંડુલકર ને ડેટ કરી રહ્યો છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version