Site icon

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ની મુશ્કેલીઓ વધી, ભગવાન પર વિવાદાસ્પદ નિવેદન આપીને એક્ટ્રેસ ફસાઈ, અભિનેત્રી વિરૃદ્ધ નોંધાઈ FIR; જાણો સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બે દિવસ પહેલા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં તેમના અન્ડરગાર્મેન્ટ્સ અને ભગવાન વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને ભોપાલ પોલીસ કમિશનરને 24 કલાકની અંદર સમગ્ર મામલાની રિપોર્ટ સોંપવા કહ્યું. ગૃહમંત્રી મિશ્રાની સૂચના બાદ પોલીસે નિવેદન સાંભળ્યું અને નક્કી કર્યું કે શ્વેતાનું નિવેદન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા વાળું  છે.

 

નોંધનીય છે કે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ભોપાલમાં મીડિયા સામે કહ્યું હતું – ભગવાન મારી બ્રાનું કદ લઈ રહ્યા છે. આ મામલે હિંદુ સંગઠનો પણ વિરોધ પર ઉતરી આવ્યા છે. હિંદુ સંગઠનોએ રાજધાનીમાં શ્વેતા તિવારીના પોસ્ટરો સળગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના નિવેદન સામે ભાજપ અને કોંગ્રેસ બંનેએ વાંધો ઉઠાવ્યો હતો.કોંગ્રેસના પૂર્વ મંત્રી એ કહ્યું હતું કે શ્વેતા તિવારી જેવી અભિનેત્રીએ આવા નિવેદનો કરવાથી બચવું જોઈએ અને આ સમગ્ર મામલે કાર્યવાહી થવી જોઈએ. પોલીસ હવે આ સમગ્ર મામલે શ્વેતા તિવારીની પૂછપરછ કરશે.

તમને જણાવી દઈએ કે, આ મામલાને લઈને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તપાસના પાસાને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તપાસ આ પાસા પર થશે કે શ્વેતા તિવારીએ આવું નિવેદન કયા આધારે આપ્યું હતું. શ્વેતા તિવારીના ઈરાદાની પણ તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભોપાલ કમિશનર 24 કલાકની અંદર તમામ હકીકતો તપાસે અને પછી તેમને રિપોર્ટ આપે. વાસ્તવમાં, પોતાની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી શ્વેતા તિવારી હવે ફેશનની વેબ સિરીઝમાં નવા અંદાજમાં જોવા મળવાની  છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આ સિરીઝમાં લીડ રોલમાં હશે. તેનું શૂટિંગ ભોપાલ અને તેની આસપાસના વિસ્તારોમાં થવાનું છે અને તેના વિશે આ પ્રેસ કોન્ફરન્સ હતી. જેને લઈને રાજકારણ ગરમાયું છે.

ટેલિવિઝન જગતની અભિનેત્રી મૌની રોય તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે ગોવામાં મલયાલી રીતિ-રિવાજથી કર્યાં લગ્ન, સો.મીડિયા પર વેડિંગના ફોટો થયા વાયરલ; જુઓ તસવીરો 

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version