ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ટેલિવિઝન જગતની બહુ શ્વેતા તિવારી આજે પણ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીર શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે.
શ્વેતાએ ફરી એક વખત પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં તે એક ડિઝાઇનર બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં અભિનેત્રી અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
લૂકની વાત કરીએ તો શ્વેતા તિવારી આ લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને આંખો હાઈલાઈટ કરી છે.
વર્કફ્રટની વાત કરીએ તો શ્વેતા તિવારી આ દિવસોમાં સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11 માં જોવા મળી રહી છે. ત્યાં જ ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે.
