ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
ટીવી સિરિયલ પ્રસિદ્ધ અભિનેત્રી શ્વેતા તિવારી અને તેનો પતિ અભિનવ કોહલી હવે અલગ થવાના રસ્તે છે. શ્વેતા તિવારી ખતરો કે ખીલાડી રિયાલિટી શોમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાંથી તેને એક વિડીયો પ્રસિદ્ધ કર્યો છે જે જોઈને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શ્વેતાની મદદે દોડી આવી છે.
આ વીડિયોમાં શ્વેતા અને તેનો પતિ અભિનવ દેખાય છે. શ્વેતા પાસે તેનો દીકરો રેયાંશ છે. શ્વેતા પોતાના દીકરા સાથે વોક કરી રહી છે ત્યારે અભિનવ આવે છે અને બાળકને પોતાની પાસે લેવાની કોશિશ કરે છે. શ્વેતા તેમને આ બાળક આપતી નથી. તે દરમિયાન બંને વચ્ચે જ થાય છે અને શ્વેતા તિવારી બાળક સાથે જમીન પર સૂઈ જાય છે. ત્યારે અભિનવ તેની પાસેથી બાળકને ખૂંચવી લે છે. ત્યારબાદ શ્વેતા અને અભિનવ બંને બિલ્ડિંગમાં અંદર ચાલી જાય છે.
તારક મહેતા શોના બબીતાજી વિવાદમાં ફસાયા; ટ્વીટર પર #ArrestMunmunDutta થયું ટ્રેન્ડ, જાણો સમગ્ર વિવાદ
ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારી લગ્નના મામલે લકી નથી. તેના પૂર્વ પતિ સાથે નો વિવાદ સર્વે કોઈને ખબર છે. હવે તેનું લગ્નજીવન પણ અત્યારે ફરી વિવાદોમાં સપડાયું છે.
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પાસેથી દિકરાને છીનવા માટે અભિનવ કોહલીએ કરી એવી હરકત કે વીડિયો જોઈ તમને લાગશે આંચકો..#Television#actress #ShwetaTiwari #AbhinavKohli pic.twitter.com/sZgMBeazX0
— news continuous (@NewsContinuous) May 11, 2021