Site icon

શું ખરેખર બિગ બીની નાતિન નવ્યાને ડેટ કરી રહ્યો છે સિદ્ધાંત ચતુર્વેદી? આ વિડીયો થી ગરમાયુ અફવાઓનું બજાર

ડેટિંગની અફવાઓએ સિદ્ધાંત અને નવ્યાને લાઇમલાઇટમાં લાવ્યા છે. જો કે હજુ સુધી આ અફવાઓ પર આ બંને તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

siddhant chaturvedi dating bigb granddaughter navya naveli nanda

શું ખરેખર બિગ બીની નાતિન નવ્યાને ડેટ કરી રહ્યો છે સિદ્ધાંત ચતુર્વેદી? આ વિડીયો થી ગરમાયુ અફવાઓનું બજાર

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં હંમેશા કોઈ ને કોઈ પાર્ટી થતી હોય છે, જેમાં ફિલ્મ સ્ટાર્સ એક જ છત નીચે ભેગા થાય છે. તાજેતરમાં, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી ( siddhant chaturvedi ) અને અમિતાભ બચ્ચનની નાતિન ( bigb granddaughter )  નવ્યા નવેલી નંદા ( navya naveli nanda ) એક જ કારમાં પાર્ટી માટે પહોંચ્યા હતા . બંનેને કારની પાછળની સીટ પર એકસાથે જોઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો થવા લાગી. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે સિદ્ધાંત અને નવ્યા ઘણા મહિનાઓથી ડેટિંગ ( dating  ) કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રાના જન્મદિવસની પાર્ટીમાં આ કપલ સાથે પહોચ્યું હતું.

Join Our WhatsApp Community

સિદ્ધાંત અને નવ્યાનો વાયરલ વિડીયો

સિદ્ધાંત અને નવ્યાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને એક જ કારમાં જોવા મળી રહ્યા છે. જ્યારે પાપારાઝીએ તેમની તસવીરો ક્લિક કરી ત્યારે બંને કારમાં હસતા જોવા મળ્યા હતા. અગાઉ, બિન્દ્રાની પાર્ટીમાં પ્રવેશ્યા ત્યારે સિદ્ધાંત અને નવ્યાની અલગ-અલગ તસવીરો સામે આવી હતી. પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમાં અભિનેત્રી કેટરિના કૈફ, તૃપ્તિ ડિમરી, અનન્યા પાંડે, શનાયા કપૂર, સની કૌશલ, શર્વરી વાઘ, નોરા ફતેહી અને ફિલ્મમેકર કરણ જોહર સહિત શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાન અને પુત્ર આર્યન પણ પાર્ટીમાં પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.

સિદ્ધાંત અને નવ્યા ના ડેટિંગ ની અફવા

ડેટિંગની અફવાઓએ સિદ્ધાંત અને નવ્યાને લાઇમલાઇટમાં લાવ્યા છે. જો કે હજુ સુધી આ બંને અફવાઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આ પહેલા તેઓ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાની પોસ્ટ પર વાતચીત કરતા જોવા મળ્યા છે. સિદ્ધાંત અને નવ્યા આ વર્ષની શરૂઆતમાં કરણ જોહરના 50મા જન્મદિવસની પાર્ટી સહિત અનેક ઇન્ડસ્ટ્રી પાર્ટીઓમાં પણ જોવા મળ્યા હતા. ગયા મહિને પોતાની ફિલ્મ ‘ફોન ભૂત’ના પ્રમોશન દરમિયાન સિદ્ધાંતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું કોઈને ડેટ કરી રહ્યો છું. હું ઈચ્છું છું કે તે સાચું હોત.

Ramayan: ઇંદિરા કૃષ્ણન એ રામાયણ ને લઈને કર્યો મોટો ખુલાસો, પાત્રો ના ઘરેણાં અને કપડાં પર કરી આવી વાત
Hrithik Roshan Mother: 70 વર્ષની ઉંમરે પિંકી રોશન એ ‘વૉર 2’ના ગીત પર લગાવ્યા ઠુમકા, રિતિક રોશન ની માતા નો વિડીયો થયો વાયરલ
War 2: ‘વોર 2’ રિલીઝ પહેલા જુનિયર એનટીઆર એ ઋતિક રોશન ને આપી મજેદાર ચેલેન્જ, સોશિયલ મીડિયા પર છેડાઇ જંગ
Mahavatar Narsimha OTT: ‘મહાવતાર નરસિંહા’ નથી થઇ રહી ઓટીટી પર રિલીઝ,મેકર્સે કરી મોટી જાહેરાત
Exit mobile version