Site icon

સિદ્ધાર્થ શુક્લા 40 વર્ષની ઉંમરે હતો કરોડોનો માલિક, આટલી સંપત્તિ પાછળ છોડી દીધી, જાણો નેટ વર્થ, આવક, કાર…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 3  સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

ટીવીનો સૌથી પ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી. પોતાના અભિનય અને પોતાના વ્યક્તિત્વથી લોકોના દિલ પર રાજ કરનાર સિદ્ધાર્થનું હાર્ટ ઍટેકથી અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાત્રે દવા લઈને સૂતો હતો, એ પછી તે સવારે ઊઠ્યો નહીં. અચાનક આ સમાચારને કારણે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં સન્નાટો પ્રસરી ગયો છે. 

2008માં નાના પડદા પર ‘બાબુલ કા આંગન છૂટે ના’ શોથી ડેબ્યુ કરનાર સિદ્ધાર્થે ખૂબ જ નાની ઉંમરે ઘણી ખ્યાતિ અને આદર મેળવ્યો હતો. આ અભિનેતા પાસે 40 વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિ હતી. એક મીડિયાના રિપૉર્ટ અનુસાર સિદ્ધાર્થ શુક્લાની કુલ સંપત્તિ 8.80 કરોડ રૂપિયા છે. સિદ્ધાર્થ મહિને 10 લાખ રૂપિયાથી વધુ કમાતો હતો. ટીવી શો સિવાય તેની કમાણીનો મુખ્ય સ્રોત જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હતા. કેટલાક અહેવાલો કહે છે કે તે બૉલિવુડ ફિલ્મ માટે લગભગ એક કરોડ રૂપિયા લેતો હતો. એવું કહેવાય છે કે સિદ્ધાર્થ ટીવી શોના એપિસોડ દીઠ આશરે બે લાખ રૂપિયા લેતો હતો. અભિનેતા વૈભવી જીવન જીવતો હતો, પરંતુ સમયે તેનું વૈભવી જીવન ખૂબ જ ઝડપથી છીનવી લીધું. શું તમે જાણો છો કે સિદ્ધાર્થે તાજેતરમાં જ મુંબઈના પૉશ વિસ્તારમાં એક ઘર પણ ખરીદ્યું હતું. તેની પાસે હાર્લી-ડેવિડસન ફેટ બૉબ મોટરસાઇકલ, BMW X5 જેવી કાર અને બાઇક હતી. 

સિદ્ધાર્થ શુક્લા : રાત્રે તેની તબિયત બગડી, દવા લીધા બાદ તે સૂઈ ગયો, સવારે મોતના સમાચાર આવ્યા, જાણો શું થયું ત્યારે

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. તેમનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version