Site icon

સિદ્ધાર્થ-કિયારા વેડિંગ: સંગીત સેરેમની નો પહેલો વિડિયો આવ્યો સામે, રોયલ અંદાજ માં થશે દરેક ફંકશન

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના સંગીત સમારોહ થી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ફંક્શન ની શાહી તૈયારી દર્શાવવામાં આવી છે.

sidharth malhotra kiara advani wedding sangeet ceremony video viral

સિદ્ધાર્થ-કિયારા વેડિંગ: સંગીત સેરેમની નો પહેલો વિડિયો આવ્યો સામે, રોયલ અંદાજ માં થશે દરેક ફંકશન

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના સૌથી પ્રિય યુગલોમાંથી એક, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરી એ લગ્નના બંધનમાં બંધાશે. રાજસ્થાનના જેસલમેરમાં આ કપલના શાહી લગ્ન થવાના છે, જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. સિદ અને કિયારાના ખાસ દિવસે હાજરી આપવા માટે અત્યાર સુધી ઘણા મહેમાનો જેસલમેરના સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. પ્રી-વેડિંગ ફંક્શન પણ ગઈકાલે એટલે કે 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા છે. દરમિયાન, કપલની સંગીત સેરેમની નો પહેલો વીડિયો સામે આવ્યો છે.સિદ્ધાર્થ અને કિયારા ના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સંગીત સેરેમની માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આને લગતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ફંક્શન ની શાહી તૈયારી બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

સિદ્ધાર્થ-કિયારા ની સંગીત સેરેમની નો વિડીયો થયો વાયરલ 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટાર કપલના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે સૂર્યગઢ પેલેસને કેવી રીતે દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યો છે. થોડીક સેકન્ડની આ ક્લિપ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંગીત સેરેમની માટે રેડ અને ગોલ્ડન થીમ રાખવામાં આવી છે.બીજી તરફ, સંગીત સેરેમની માં ઘણા બી-ટાઉન  સેલેબ્સ પરફોર્મ કરી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર અને અન્ય સેલિબ્રિટીઓ રવિવારે બપોરે જ જેસલમેર પહોંચી ગયા છે. કિયારા અડવાણી ની ખાસ મિત્ર ઈશા અંબાણી પણ પતિ આનંદ પીરામલ સાથે લગ્નમાં હાજરી આપવા જેસલમેર પહોંચી ગઈ છે.

સિદ્ધાર્થ-કિયારા ની સંગીત સેરેમની માં આ સ્ટાર્સ કરશે પરફોર્મ 

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શાહિદ કપૂર તેની મિત્ર કિયારા સાથે સંગીત સેરેમની માં પરફોર્મ કરવા જઈ રહ્યો છે, સાથે જ કિયારા અડવાણી નો ભાઈ મિશાલ અડવાણી પણ તેના માટે ખાસ પરફોર્મન્સ આપવા જઈ રહ્યો છે. કિયારા નો ભાઈ સંગીતકાર છે અને તેણે તેની બહેનના લગ્નની ખાસ તૈયારી કરી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંગીત સેરેમનીમાં મિશાલ અડવાણી આ કપલ માટે એક અદ્ભુત ગીત ગાશે. મિશાલે પોતે આ ગીત તેની બહેન અને જીજાજી માટે કંપોઝ કર્યું છે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version