Site icon

સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથે લગ્નની અફવાઓ પર તોડ્યું મૌન, અભિનેતાએ કહ્યું કે તે ક્યારે બંધાશે લગ્ન ના બંધન માં

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે.હવે અભિનેતા એ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

sidharth malhotra open up on wedding rumors with kiara advani

સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથે લગ્નની અફવાઓ પર તોડ્યું મૌન, અભિનેતાએ કહ્યું કે તે ક્યારે બંધાશે લગ્ન ના બંધન માં

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ( sidharth malhotra ) અને કિયારા અડવાણી ( kiara advani ) બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. આ દિવસોમાં બંનેની જોડી પોતાના સંબંધોને કારણે મીડિયાના સમાચારોમાં છવાયેલી રહે છે. જો કે બંનેએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ આ દિવસોમાં તેમના લગ્નની ( wedding rumors ) ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

Join Our WhatsApp Community

‘શેર શાહ’ના શૂટિંગ દરમિયાન નજીક આવેલા સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. સિદ્ધાર્થ અને કિયારા તેમના લાંબા સમયથી ચાલતા સંબંધોને લગ્નનું નામ આપવા જઈ રહ્યા છે.

 સિદ્ધાર્થ મલ્હોત્રા એ લગ્ન ની અફવા પર તોડ્યું મૌન

તાજેતરમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના લગ્નના સમાચાર પર મૌન તોડ્યું છે. ફિલ્મ ‘મિશન મજનૂ’ના પ્રમોશન દરમિયાન જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો અભિનેતાએ પણ ખૂબ જ ફની જવાબ આપ્યો.હકીકતમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદન્ના તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’ના પ્રમોશન માટે રેડિયો પર દેખાયા હતા. ત્યાં, રેડિયો જોકી એ તેને પ્રશ્ન કર્યો કે એક અફવા છે જે તે ક્લિયર કરવા માંગે છે. આ સાંભળીને સિદ્ધાર્થ સ્મિત કરે છે અને પછી કહે છે કે “એટલે જ હું આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છું.” સિદ્ધાર્થનું આ નિવેદન સાંભળીને અભિનેત્રી રશ્મિકા મંદાના જોર જોરથી હસવા લાગે છે.

આ સમાચાર પણ વાંચો:  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા લેટ નાઈટ પાર્ટી બાદ આવી હાલતમાં જોવા મળી, લોકોએ કરી આવી કમેન્ટ્સ

અભિનેતા નો જવાબ સાંભળી ફેન્સ થયા કન્ફયુઝ

અભિનેતાનો આવો જવાબ સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રાઅને કિયારા અડવાણી ના ચાહકો મૂંઝવણમાં છે કે શું બંને ખરેખર વર્ષ 2023માં લગ્ન કરવા જઈ રહ્યા છે. બીજી તરફ, એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સિદ્ધાર્થ અને કિયારા છેલ્લા કેટલાક સમયથી લગ્ન સ્થળની શોધમાં હતા. તેઓએ ધ ઓબેરોય સુખવિલાસ સ્પા એન્ડ રિસોર્ટ્સ, ચંદીગઢનો સંપર્ક કર્યો છે.

Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Smriti Irani Reveals Fun Fact: સ્મૃતિ ઈરાની અને તેમના ઓન-સ્ક્રીન પુત્ર વચ્ચે છે અનોખું જોડાણ, એક્ટિંગ પહેલા એક જ ક્લાસમાં લેતા હતા શિક્ષણ
Anupamaa Spoiler Alert: અનુજ કપડિયાની એન્ટ્રીથી શોમાં આવશે નવો વળાંક, બિલ્ડરના કાવતરા સામે અનુપમાનો ‘કૃષ્ણ નીતિ’ પ્લાન
Exit mobile version