Site icon News Continuous Bureau | Mumbai

SIKANDAR Movie Teaser: સલમાન ખાનની ‘સિકંદર’નું ટીઝર થયું આઉટ,એક્શન મોડમાં જોવા મળ્યો ભાઈજાન; જુઓ વિડીયો

SIKANDAR Movie Teaser: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'નો ટીઝર વીડિયો આજે શનિવારે રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાન ખાન ફરી એકવાર બોક્સ ઓફિસ પર ફુલ ઓન એક્શન અવતારમાં પરત ફરવા માટે તૈયાર છે. બોલિવૂડના ભાઈજાન વિસ્ફોટક ટીઝરમાં સેવેજ લુકમાં જોવા મળી રહ્યા છે.

SIKANDAR-Movie-Teaser-Salman-Khans-Sikandar-teaser-is-out-Bhaijaan-seen-in-action-mode-Watch-the-video_11zon_11zon.webp

SIKANDAR-Movie-Teaser-Salman-Khans-Sikandar-teaser-is-out-Bhaijaan-seen-in-action-mode-Watch-the-video_11zon_11zon.webp

News Continuous Bureau | Mumbai

SIKANDAR Movie Teaser :ફાઈનલી… બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર, જે 27 ડિસેમ્બરના રિલીઝ થવાનું હતું, દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે દોઢ દિવસની રાહ જોયા બાદ ચાહકોને તેમની ફિલ્મ ‘સિકંદર’ની પહેલી ઝલક જોવા મળી છે.  જેમ નિર્માતાઓએ વચન આપ્યું હતું, બરાબર એવું જ થયું છે. દબંગ ખાનના ચાહકો માટે આ ટીઝર એક મોટી ટ્રીટ છે.

Join Our WhatsApp Channel

SIKANDAR Movie Teaser :કેવું છે ટીઝર?

સિકંદરનું ટીઝર સલમાન ખાનના સ્વેગથી ભરેલું છે. એક્શનમાં સલમાનનો ઉત્સાહ વધારે હતો. દબંગ ખાનના ચાહકોને  આ ટીઝર ખૂબ પસંદ આવી રહ્યું છે. ચાહકોનું કહેવું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થશે. ટીઝરની શરૂઆત સલમાનના વિસ્ફોટક એક્શનથી થાય છે. તેના એક્શન અને પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિકે ધૂમ મચાવી છે. ટીઝરમાં સલમાન સિવાય અન્ય કોઈ સ્ટારની ઝલક નથી. 1 મિનિટ 41 સેકન્ડના ટીઝરમાં સલમાનનો દબદબો જોવા મળ્યો હતો.

SIKANDAR Movie Teaser :સિકંદર 2025ની ઈદ પર રિલીઝ થશે

ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ દ્વારા નિર્દેશિત સિકંદર 2025ની ઈદ પર રિલીઝ થશે. તેને સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં સલમાન ખાન સિવાય રશ્મિકા મંદન્ના, કાજલ અગ્રવાલ, સત્યરાજ અને પ્રતીક બબ્બર જોવા મળશે. સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા એક દાયકા પછી મોટા બજેટની ફિલ્મ માટે સાથે આવ્યા છે. રશ્મિકા સાથે સલમાનની તાજી જોડી અદ્ભુત લાગશે. રણબીર કપૂર, વિજય દેવેરાકોંડા અને અલ્લુ અર્જુન સાથે અભિનેત્રીની જોડીએ હલચલ મચાવી દીધી છે. હાલમાં રશ્મિકા પુષ્પા 2 ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે.

SIKANDAR Movie Teaser :2023માં  રિલીઝ થઈ હતી ટાઈગર 3

થિયેટરોમાં સલમાનની છેલ્લી રિલીઝ ટાઈગર 3 હતી. જે 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. આ પહેલા તેની ફિલ્મો કિસી કા ભાઈ કિસી કી જાન, ફાઈનલ, રાધેએ ચાહકોને નિરાશ કર્યા છે. 2025માં સિકંદર ફિલ્મથી સલમાન બોક્સ ઓફિસ પર ફરી રાજ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version