Site icon News Continuous Bureau | Mumbai

અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું 35 વર્ષની વયે નિધન, કિડનીની બિમારીથી પીડિત હતા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020 

કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. બોલિવૂડ સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. અનુરાધા પૌડવાલ બેકગ્રાઉન્ડ સિંગિંરની સાથે ભજન ગાયિકા પણ છે. પુત્ર આદિત્ય પૌડવાલના નિધનની ખબરથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. તે 35 વર્ષના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા મહિનાથી તે બીમાર હતા. કિડનીની સમસ્યાને કારણે આદિત્ય પૌડવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ  લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. આજે સવારે કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું હતું.

 

આદિત્ય પૌડવાલ તેની માતાની જેમ ભજન અને ભક્તિ ગીતો પણ ગાતા હતા. તે ઉપરાંત તેઓ મ્યુઝિક કમ્પોઝ પણ કરતા હતા. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે તે ફક્ત ભક્તિ ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેઓ એક સારા સંગીત નિર્દેશક પણ હતા. તેમનું નામ દેશના સૌથી યુવા સંગીત નિર્દેશકની શ્રેણીમાં 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'માં શામેલ છે.

Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Tigmanshu Dhulia Slams Dhurandhar દેશભક્તિના નામે જૂની ફોર્મ્યુલા? ફિલ્મ ‘ધુરંધર’ના કન્ટેન્ટ સામે તિગ્માંશુ ધુલિયાની તીખી પ્રતિક્રિયા, સ્ટોરીલાઇનની વિશ્વસનીયતા પર ચર્ચા
Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Exit mobile version