Site icon

પ્રખ્યાત અમેરિકન ગાયિકા લિસા મેરી પ્રેસ્લી નું 54 વર્ષની વયે થયું નિધન, પૉપ સિંગર માઇકલ જેક્સન સાથે હતો સંબંધ

પ્રખ્યાત અમેરિકન ગાયિકા લિસા મેરી પ્રેસ્લી ની 54 વર્ષ ની વયે નિધન થયું છે. ગાયિકા ના આકસ્મિક નિધન થી પૂરો પરિવાર શોકમાં છે.

singer lisa marie presley died at the age of 54

પ્રખ્યાત અમેરિકન ગાયિકા લિસા મેરી પ્રેસ્લી નું 54 વર્ષની વયે થયું નિધન, પૉપ સિંગર માઇકલ જેક્સન સાથે હતો સંબંધ

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત અમેરિકન ગાયિકા અને ગીતકાર લિસા મેરી પ્રેસ્લી ( singer lisa marie presley ) હવે નથી ( died  ) રહી. તેમણે 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિસાને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લિસા મેરી પ્રેસ્લી સ્વર્ગસ્થ અમેરિકન અભિનેતા, ગાયક અને સંગીતકાર એલ્વિસ પ્રેસ્લીની પુત્રી હતી.

Join Our WhatsApp Community

ગાયિકા ના નિધન થી શોક માં પરિવાર

જણાવી દઈએ કે લિસા એલ્વિસ પ્રેસ્લીની એકમાત્ર પુત્રી હતી. ગાયિકાના આકસ્મિક નિધન થી તેમનો પરિવાર ખૂબ જ શોકમાં છે. ચાહકોમાં પણ શોકની લહેર છે. લિસાના પરિવારે એક નિવેદન બહાર પાડીને આ દુઃખના સમયમાં તેમના સમર્થન અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. આ સાથે અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે.

આ સમાચાર પણ વાંચો: અનુપમા પતિ અનુજ માટે છોડશે પુત્ર નો સાથ, આ મુસીબત ના સમય માં એકલો પડી ગયો વનરાજ ,શું અનુપમા વગર મુશ્કેલી નો સામનો કરી શકશે શાહ પરિવાર?

માઈકલ જેક્સન ની હતી પત્ની

તમને જણાવી દઈએ કે લિસા પ્રેસ્લીએ સ્વર્ગસ્થ પોપ સિંગર માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. બંનેના લગ્ન 1994 થી 1996 સુધી ચાલ્યા. એકવાર પ્રેસ્લીએ પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે બાળકો થવાથી ડરતી હતી. એક ટોક શો દરમિયાન લિસાએ કહ્યું હતું કે, ‘મારા પર બાળકો પેદા કરવાનું દબાણ હતું અને હું ઈચ્છતી પણ હતી. પરંતુ હું ભવિષ્ય વિશે વિચારતી હતી કે હું ક્યારેય જેક્સન સાથે બાળકો ને લઇ ને કસ્ટડીની લડાઈમાં ઉતરવા માંગતી નથી.

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version