Site icon

Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ

નાનું બજેટ, કોઈ ખાસ ચર્ચા નહોતી અને પછી બોક્સ ઓફિસ પર સુનામી: ઋષભ શેટ્ટીની 'કાંતારા' એ ભારતીય સિનેમામાં ઈતિહાસ રચ્યો, હવે તેના બીજા ભાગનું ટ્રેલર આજે રિલીઝ થશે.

Kantara કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી

Kantara કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી

News Continuous Bureau | Mumbai
Kantara આજે એટલે કે સોમવારે, બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કાંતારા 2’ નું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મના હિન્દી ટ્રેલરને બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન લોન્ચ કરશે. ફિલ્મના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાલ કરી હતી. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ, ભારતીય બોક્સ ઓફિસ પર એક જાદુ થયો હતો અને આ જાદુ હતો એક્ટર ઋષભ શેટ્ટીનો. ઋષભ શેટ્ટી એક એવી ફિલ્મ લઈને આવ્યા હતા, જેણે અનેક મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. ફિલ્મનું નામ છે ‘કાંતારા’. આ ફિલ્મ માત્ર 16 કરોડના બજેટમાં બની હતી, અને જ્યારે તે રિલીઝ થઈ ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવો ચમત્કાર થશે. એક જ ઝટકામાં ઋષભ સાઉથના સુપરસ્ટાર બની ગયા અને દર્શકો આ ફિલ્મ જોવા માટે પાગલ થઈ ગયા હતા.

‘કાંતારા’ નું બોક્સ ઓફિસ કલેક્શન

મીડિયા રિપોર્ટ મુજબ, ‘કાંતારા’ નું ભારતીય બોક્સ ઓફિસ પર લાઇફટાઇમ કલેક્શન 309.64 કરોડનું હતું. જ્યારે 363.82 કરોડનું ગ્રોસ કલેક્શન થયું હતું. ફિલ્મે વિદેશમાં 44 કરોડની કમાણી કરી હતી. આ એક ઓલ-ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી.
કન્નડમાં 162.09 કરોડ
હિન્દીમાં 84.77 કરોડ
તેલુગુમાં 42.38 કરોડ
તમિલમાં 7.29 કરોડ
મલયાલમમાં 13.11 કરોડ
ફિલ્મ કન્નડમાં ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર અને હિન્દી તેમજ તેલુગુમાં બ્લોકબસ્ટર રહી હતી, જ્યારે તમિલ અને મલયાલમમાં પણ તે હિટ સાબિત થઈ હતી.

Join Our WhatsApp Community

1800% થી વધુ નફો મેળવ્યો

‘કાંતારા’ ફિલ્મે તેના બજેટ પર 1831.25% નો જબરદસ્ત નફો કમાયો હતો. ફિલ્મના હિન્દી વર્ઝનના રાઇટ્સ 7.5 કરોડમાં વેચાયા હતા, અને ફિલ્મે 981.33% નો તગડો નફો આપ્યો હતો. ‘કાંતારા’ પહેલા એપ્રિલ 2022 માં આવેલી ‘KGF: Chapter 2’ કોવિડ પછીની સૌથી વધુ નફો આપનારી ફિલ્મ હતી, જેણે 759% નો નફો આપ્યો હતો. પરંતુ ‘કાંતારા’ આવી ત્યારે બધા રેકોર્ડ તૂટી ગયા. ‘કાંતારા 1’ ના ડિજિટલ રાઇટ્સ એમેઝોન પ્રાઇમ માટે 125 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

આ સમાચાર પણ વાંચો : GST 2.0: સિગારેટ, લક્ઝરી કાર અને ‘સિન ગુડ્સ’ મોંઘા, રોજિંદા જીવનની આ વસ્તુઓ સસ્તી થઈ

‘કાંતારા’ 2 નું ટ્રેલર લોન્ચ

કાંતારા’ ની આટલી મોટી સફળતા પછી તેના બીજા ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. હવે ફિલ્મના બીજા ભાગનું ટ્રેલર 22 સપ્ટેમ્બર 2025 ના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. જોકે, પહેલા ભાગ નું બજેટ માત્ર 16 કરોડ હતું, હવે બીજા ભાગ માટે બજેટ વધારીને 125 કરોડ રૂપિયા સુધી કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું હિન્દી વર્ઝનનું ટ્રેલર લોન્ચ કરવા માટે ઋત્વિક રોશન જેવો મોટો સ્ટાર પસંદ કરવામાં આવ્યો છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version