Site icon News Continuous Bureau | Mumbai

સ્મૃતિ ઈરાનીએ શેર કરી 25 વર્ષ જૂની પોતાની પહેલી એડ, વીડિયોમાં અભિનેત્રીને ઓળખવી બની મુશ્કેલ

સ્મૃતિ ઈરાની આજે ભલે રાજકીય ગલીઓમાં સક્રિય હોય, પરંતુ તે પહેલા તે ટેલિવિઝનની દુનિયામાં જોવા મળી છે, સ્મૃતિ ઈરાનીએ ‘ક્યુ કી સાસ ભી કભી બહુ થી’ દ્વારા ઘર-ઘરમાં એક ખાસ ઓળખ બનાવી હતી. હાલમાં જ તેણે પોતાનો 25 વર્ષ જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે

smriti irani shared old whisper pad advertisement video on instagram

સ્મૃતિ ઈરાનીએ શેર કરી 25 વર્ષ જૂની પોતાની પહેલી એડ, વીડિયોમાં અભિનેત્રીને ઓળખવી બની મુશ્કેલ

News Continuous Bureau | Mumbai

અભિનયની દુનિયાથી લઈને રાજનીતિ સુધી પોતાનું નામ બનાવનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. સ્મૃતિ ઈરાનીએ સીરિયલ ‘કયુંકી સાસ ભી કભી બહુ’ થી દ્વારા લોકોના દિલ પર રાજ કર્યું હતું. આ સિરિયલે તેને એક અલગ જ ઓળખ આપી. જોકે હવે તે રાજકારણની ગલીઓમાં સક્રિય છે. ટીવીની દુનિયામાં સ્થાન બનાવવા માટે સ્મૃતિએ ઘણો સંઘર્ષ કર્યો. તેણીએ શરૂઆતના દિવસોમાં મોડલિંગ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં જ તેના મોડલિંગ ના દિવસોનો એક વિડિયો શેર કર્યો છે. આ વીડિયો 25 વર્ષ જૂનો છે.

Join Our WhatsApp Channel

 

 સ્મૃતિ ઈરાની એ શેર કર્યો વિડીયો 

આ વીડિયો સેનિટરી નેપકિનની જાહેરાતનો છે. આ તેની પ્રથમ જાહેરાત હતી. 25 વર્ષ જૂના આ વીડિયોમાં સ્મૃતિ ઈરાનીને ઓળખવી મુશ્કેલ છે. આ એડમાં અભિનેત્રી પીરિયડ્સ વિશે ખુલીને વાત કરતી જોવા મળે છે. વીડિયો શેર કરતાં સ્મૃતિએ કહ્યું કે આ તેની કારકિર્દી નો પહેલો મોટો એડ વીડિયો હતો, પરંતુ આવા પ્રોજેક્ટથી તે સમયે મોડલની કારકિર્દી ખતમ થઈ શકે છે.સેનિટરી નેપકિનનો વીડિયો શેર કરતાં સ્મૃતિએ લખ્યું- ‘જ્યારે તમારી પહેલી જાહેરાત સેનિટરી ની હોય! 25 વર્ષ પહેલા કોઈ મોટી કંપની માટે આ મારી પ્રથમ જાહેરાત હતી. જોકે તે કોઈ ફેન્સી વિષય પર ન હતું. તેના બદલે, તે સમયે તે એક પ્રોડક્ટની જાહેરાત હતી જેનો ઘણા લોકો વિરોધ કરતા હતા. સેનિટરી પેડની જાહેરાતમાં સામેલ મોડલની કારકિર્દીનો લગભગ અંત આવી ગયો હતો. સ્મૃતિએ વધુમાં કહ્યું કે, ‘હું કેમેરા સામે મારી કારકિર્દીની શરૂઆત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. મેં પ્રોજેક્ટ માટે હા પાડી. છેવટે, પીરિયડ્સ અને સ્વચ્છતા વિશે કેમ વાત ન કરવી. ત્યારથી મેં પાછું વળીને જોયું નથી. પીએસ: હા ત્યારે હું પાતળી હતી, યાદ કરાવવાની જરૂર નથી..

સ્મૃતિ ઈરાની નું લગ્નજીવન 

ફેન્સ અને સેલિબ્રિટીઓ આના પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2001માં ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ પહેલા જ વર્ષમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું જેનું નામ તેઓએ ઝોહર રાખ્યું અને વર્ષ 2003માં એક પુત્રીને જન્મ આપ્યો. તેણે બાળકોને ઉછેરવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version